order

ખુદને ખુદા સમજી બેઠેલા અધિકારીઓને એવા ખુણે ફેંકી દેવાશે કે જીવનભર અજવાળુ નહી જોઇ શકે: CM

ગુજરાતમાં સરકાર બદલાવાની સાથે જ વહીવટી તંત્રમાં પણ મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગાંધીનગર પાલિકાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધારે રહેલા ક્લાસ-3થી માંડીને ક્લાસ-1 સુધીના અધિકારીઓની બદલીની તૈયારીઓ કરી દેવાઇ છે. આવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ટુંક જ સમયમાં સમગ્ર રાજ્યનાં વહીવટી માળખામાં મોટા પાયે પરિવર્તનની શક્યતાઓ છે. અત્રે નોંધનીય છે કે, બાબુશાહીની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. 

Oct 4, 2021, 06:26 PM IST

રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PG વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા ઓફલાઇન લેવા આદેશ

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં શાળા તથા કોલેજના ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકુફ રખાઇ હતી. જો કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઇન લેવા માટે આદેશ કરાયો છે. યુનિવર્સિટી તથા કોલેજો જુલાઇમાં પોતાની અનુકુળતા અનુસાર અનુસ્નાતક અને સ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોના અંતિમ વર્ષમાં રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ શકશે. 

Jun 28, 2021, 09:57 PM IST

પ્રેમને પામવા માટે યુવકે પોતાની પ્રેમિકાના ઘરે ધમાચકડી મચાવી પછી કરી આત્મહત્યા

શહેરના સાબરમતી વિસ્તારમાં એક યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે, યુવતીના પરિવારજનો દ્વારા લગ્ન નહીં કરાવી આપવાની વાત કરતાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણ પણ કર્યું હતું. જેને પગલે સાબરમતી પોલીસે યુવતી અને તેના પિતા સામે ફરિયાદ નહોતી તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Apr 2, 2021, 10:35 PM IST

SURAT: લોહિયાળ ગણતંત્ર દિવસ એક જ દિવસમાં 2 હત્યાથી શહેરમાં જંગલરાજનો આભાસ, પોલીસ સામે સવાલો

આજે 26 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે સુરતમાં તો આજે પણ દિવસ લોહીયાળ રહ્યો હતો. સુરતમાં હવે રોજિંદી રીતે એકાદ હત્યા નો બનાવ બને જ છે. એકાદી ચોરી લૂંટફાટ કે બળાત્કારની ઘટનાઓ બનતી જ રહે છે. જો કે યુવાનની હત્યા રેલવે પોલીસની હદમાં તો બીજાની હત્યા સાલબત પુના પોલીસની હદમાં બન્યો છે. આમ બે દિવસમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. 

Jan 26, 2021, 10:37 PM IST

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદમાં રાખવાનો આદેશ

ગત્ત ઓગસ્ટ 2018માં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ઘર બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી 24 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કારખાનામાં કામ કરતા કર્મચારીએ માસુમ બાળકીને અંધારામાં લઇ જઇને હવસનો શિકાર બનાવી હતી. પિતાએ આ નરાધમના ચંગુલમાંથી બાળકીને છોડાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ચૌધરીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ ઉપરાંત 1 લાખ રૂપિયાના દંડનો પણ હુકમ કર્યો હતો. 

Dec 11, 2020, 10:12 PM IST

આચારસંહિતાના ભંગ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી મોટી રાહત

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પ્રદિપસિંહ જાડેજા સામે 2007માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે

Oct 26, 2020, 01:51 PM IST

2017 તોફાન: દિનેશ બાંભણીયા સહિત 3ને કસ્ટડીમાં લેવાનો આદેશ બાદ તેઓ જામીન પર મુક્ત

  જેતપુર પાટીદાર અનામત આંદોલનમાં જેતપુરના 34 પાસના કાર્યકરો સામે 2017ના વર્ષમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. જેમાં હાલના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો પણ સમાવેશ થાય છે. આજે જેતપુર કોર્ટમાં આ કેસ ચાલતા જજે પાસના દિનેશ બાંભણીયા, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાર્દિક સવાણીને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવા માટેના આદેશ કર્યો છે. જો કે આ મુદ્દે વકીલ દ્વારા જામીન માટે કોર્ટને અપીલ કરવામાં આવી હતી. જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. 

Oct 23, 2020, 06:55 PM IST

શું કરવું તેની AMC ને પણ ખબર નથી? બજાર બંધ કરવાના આદેશ બાદ ચાલુ રાખવા પછી ફરી બંધ કરવા આદેશ

મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયથી અમદાવાદ પશ્ચિમના કેટલાય નાના મોટા વેપારીઓ અસમંજસમાં મુકાયા. કરફ્યુ મુકવામાં આવ્યો છે એવું સમજીને ખાણી પીણી સિવાયનો વ્યવસાય કરતા વેપારીઓએ પણ 10 વાગતાની સાથે જ ધંધા વેપાર બંધ કર્યા. અગાઉ AMC તરફથી જાહેર થયેલા પરિપત્રએ અમદાવાદ પશ્ચિમમાં અનેક વેપારીઓની વધારી મુશ્કેલી, કોર્પોરેશન તરફથી બે પરિપત્ર થયા. જેમાં પહેલા પરિપત્ર મુજબ રાત્રે 10 વાગ્યા બાદ માત્ર દવાની જ દુકાનો ખુલી રહેશે. જો કે ત્યારબાદ ગણતરીના જ કલાકોમાં કોર્પોરેશનના નવા પરિપત્રમાં જોવા મળ્યો હતો. કોર્પોરેશનનાં યુટર્ન મુજબ માત્ર ખાણી પીણીની દુકાનો અને લારીઓ જ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Sep 28, 2020, 11:30 PM IST

ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત

કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ અને શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી શકાશે નહિ. ફી મુદ્દે સરકારના આદેશ બાદ સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલથી (ગુરૂવાર) ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

Jul 22, 2020, 09:28 PM IST
Order Not To Hold Examiners During CBSE Exam PT3M57S

CBSE પરીક્ષા મામલે પરીક્ષાર્થીઓને ન રોકવા કરાયો આદેશ

24 ફેબ્રુઆરીના રોજ લેવાનારી CBSEની પરીક્ષા મામલે ચીફ સેક્રેટરી દ્વારા પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરીક્ષા માટે જનાર વિદ્યાર્થીઓને ન રોકવામાં આવે તેવો આદેશ કર્યો હતો. પોલીસ વિભાગને શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ સાવચેતી લેવા આદેશ કર્યો હતો.

Feb 19, 2020, 05:15 PM IST
One more murder in Jamnagar PT42S

જામનગર: સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા કરી દેવાઇ....

જામનગર: સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા કરી દેવાઇ હતી. જામનગર વધારે એક વખત લોહીયાળ બન્યું હતું. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જામનગરમાં કથળી હોવાની લોકોમાં ચર્ચા છે.

Nov 30, 2019, 11:20 PM IST
State Police Chief gives a major order on Diwali festivals PT3M3S

દિવાળીના તહેવારોને લઈ રાજ્ય પોલીસ વડાએ આપ્યો મહત્વો આદેશ

દિવાળીના તહેવારોને લઈ રાજ્ય પોલીસ વડા દ્વારા મહત્વો આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ જીલ્લા અને શહેર પોલીસ વડાને સુચના આપાવામાં આવી છે કે, ભીડ ભાડ વાળી જગ્યાઓ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તથા મોલ, મલ્ટી પ્લેક્સ, પાર્કિંગ વગેરે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી વિશેષ ધ્યાન રાખાવામાં આવે. રેલ્વે અને બસ સ્ટેશનો પર વિશેષ તકેદારી રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

Oct 21, 2019, 11:40 PM IST
Vadodra: Police nabs Swiggy Delivery Boy For Delivering Beer Tins PT2M28S

ફૂડની આડમાં બીયરની ડિલિવરી કરતા SWIGGY ડિલિવરી બોયની પોલીસે કરી ધરપકડ

SWIGGYનો ડિલિવરી બોય બિયરના ટીન સાથે ઝડપાયો, જમવાની સાથે બિયરની પણ સુવિધા પૂરી પાડતો હતો.
ગ્રાહક જો બિયર-દારૂનો શોખીન હોય તો કેળવતો હતો મિત્રતા.

Aug 18, 2019, 08:00 PM IST
narmada tent city order PT2M37S

નર્મદામાં ગરુડેશ્વર પાસે યુનિટી ટેન્ટસિટી તોડી પાડવાના આદેશ

નર્મદામાં ગરુડેશ્વર પાસે જિલ્લા કલેકટરે યુનિટી ટેન્ટસિટી તોડી પાડવાના આદેશ કર્યા છે, જિલ્લા કલેકટરે 30 ટેન્ટ તોડી પાડવાનો આદેશ કર્યો છે, કેવડિયાની સ્વામિનારાયણ સંસ્થાને આ જગ્યા ગૌશાળા માટે આપવામાં આવી હતી પણ ત્યાં ટેન્ટસિટી બનાવી દેવામાં આવી છે.

Jul 25, 2019, 05:10 PM IST
CM Gave Order To Investigate In Gaurav Dahiya Case 1 PT9M54S

IAS અધિકારી ગૌરવ દહિયાની વધી મુશ્કેલી, વિજય રૂપાણીએ આપ્યાં તપાસના આદેશ

IAS અધિકારી ગૌરવ દહિયાની વધી મુશ્કેલી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યાં તપાસના આદેશ, તપાસ રિપોર્ટના આધારે IAS અધિકારી સામે પગલાં ભરાશે, ગાંધીનગર પોલીસ દિલ્લી જઈ મહિલાનું લેશે નિવેદન

Jul 25, 2019, 03:00 PM IST
mansukh mandaviya on pm's order about padyatra PT1M11S

જુઓ દિલ્લીમાં પીએમના પદયાત્રાના નિર્ણય પર મનસુખ માંડવિયાએ શું કહ્યું

દિલ્લીમાં યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગાંધી જયંતીથી પટેલ જયંતી સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિમીની પદયાત્રા કરશે

Jul 9, 2019, 07:45 PM IST
delhi modi order mp to complete 150 km padyatra PT1M12S

સાંસદોને 150 કિમી પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ

સાંસદોને પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી 31 ઓક્ટોબર સરદાર પટેલની જયંતિ સુધી દરરોજ 15 કિમી ચાલીને સાંસદો પૂર્ણ કરશે 150 કિમીની પદયાત્રા

Jul 9, 2019, 04:00 PM IST
HIGH COURT WILL WAIT FOR SC ORDER IN PROHIBITION VEHICLE PT1M50S

જુઓ રાજ્યમાં દારૂબંધીને લઈને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં દારૂબંધીને લઈને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા વાહનો હાલ નહી છૂટે, મુદ્દામાલ છોડાવવા માટે કરેલી સીધી અરજી HC નહીં સ્વીકારે, હાઈકોર્ટ વાહન છોડવા માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની જોશે રાહ, પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત થયેલા વાહનોનું ભવિષ્ય અનિશ્ચિત

Jul 2, 2019, 05:55 PM IST
State Government Order To Gram panchayat PT1M46S

જુઓ રાજ્ય સરકારે તમામ ગ્રામ પંચાયતને શું આદેશ કર્યો

રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને 15 જૂન સુધીમાં ગ્રામ સભા યોજી 30 જૂન સુધીમાં આપવો પડશે રિપોર્ટ, સામાજિક સમરસતા, બાળલગ્ન અટકાવવા પર ભાર મૂકવા નિર્દેશ

May 31, 2019, 07:45 PM IST
Ahmedabad AMC Order To Show Property PT2M53S

અમદાવાદના કયા કર્મચારીઓને મીલકત જાહેર કરવા અપાયો આદેશ

અમદાવાદ મહાનગર પાલિકાના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓને મિલકત જાહેર કરવા મ્યુનિસિપલ કમિશનરના આદેશ, ત્રીજી વખત બહાર પાડ્યો પરિપત્ર જો મિલકત જાહેર નહીં કરે તો લેવાશે પગલાં

May 16, 2019, 08:40 PM IST