PSI ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, વધુ લોકોને તક મળે એ દિશામાં નિર્ણય લેવાશે: હર્ષ સંઘવી

PSI ભરતી અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, પણ વધારેમાં વધારે લોકોને તક મળે એ દિશામાં રાજ્ય સરકાર નિર્ણય લેશે.

  • PSI ભરતીમાં સજેશનને જોઈ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનું સ્પષ્ટ વલણ છે
  • ગુજરાતના યુવાનોને વધુ તક મળે તે દિશામાં નિર્ણય લેવાય છે
  • નિર્ણય બાબતે વધુ બેઠકો ચાલુ છે

Trending Photos

PSI ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, વધુ લોકોને તક મળે એ દિશામાં નિર્ણય લેવાશે: હર્ષ સંઘવી

હિતલ પારેખ/ગાંધીનગર: સરકારી નોકરી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઑ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ ગાંધીનગર (Gandhinagar)માં આજે એક કાર્યક્રમ દરમિયાન PSI  ભરતી અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પોલીસ વિભાગ (Police Department))માં અત્યાર સુધીની મોટી ભરતી આવવાના સંકેત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી દીધા છે. 

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે PSI ભરતી બાબતે ભરતી માટેના વિવિધ સજેશન અમને અવાર નવાર મળતા રહે છે. આ સજેશન જોઈ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનું સ્પષ્ટ વલણ છે. ગુજરાતના યુવાનોને વધુ તક મળે તે  દિશામાં યોગ્ય નિર્ણય લેવાય છે. આગામી સમયમાં PSI ભરતી અંગેના નિર્ણય બાબતે વધુ બેઠકો ચાલુ છે. ગુજરાતના યુવાનો સહિત લોકો વધુમાં વધુ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. હવે આગામી દિવસોમાં વધુ નિર્ણય કરવામાં આવશે.

Ahmedabad માં 14-14 વર્ષથી લિવરની સમસ્યાથી પીડાઈ રહેલા મનીષા બેનને મળ્યું નવજીવન

PSI ભરતી અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, પણ વધારેમાં વધારે લોકોને તક મળે એ દિશામાં રાજ્ય સરકાર નિર્ણય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગાઉ થયેલી જાહેરાત પ્રમાણે પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ થનાર છે. આવનાર દિવસમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી અટકી પડેલી ભરતીઑ હવે એક બાદ એક આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news