ઓમિક્રોન સામે લડવા રાજ્ય સરકાર કેટલી તૈયાર? આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ

જામનગર ખાતે ઓમિક્રોન (Omicron) નો ગુજરાતનો પ્રથમ કેસ મળ્યો છે. આ સાથે જ IIT કાનપુરના પ્રોફેસર મનિંદર અગ્રવાલે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) અંગે સૌથી મોટી ચેતવણી કરી છે. ત્યારે ફરી આ મહામારીનો ડર છવાયો છે. આવામાં ગુજરાત (gujarat corona update) સરકાર લડવા માટે કેટલી તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (rushikesh patel) જણાવ્યું કે, ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર (gujarat government) સતર્ક છે. ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે. કુલ 87959 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

Updated By: Dec 5, 2021, 02:08 PM IST
ઓમિક્રોન સામે લડવા રાજ્ય સરકાર કેટલી તૈયાર? આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ

મૌલિક ધામેચા/ગાંધીનગર :જામનગર ખાતે ઓમિક્રોન (Omicron) નો ગુજરાતનો પ્રથમ કેસ મળ્યો છે. આ સાથે જ IIT કાનપુરના પ્રોફેસર મનિંદર અગ્રવાલે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) અંગે સૌથી મોટી ચેતવણી કરી છે. ત્યારે ફરી આ મહામારીનો ડર છવાયો છે. આવામાં ગુજરાત (gujarat corona update) સરકાર લડવા માટે કેટલી તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (rushikesh patel) જણાવ્યું કે, ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર (gujarat government) સતર્ક છે. ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે. કુલ 87959 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

રાજ્યમાં ટેસ્ટીંગ (corona test) ની વ્યવસ્થા માટે તેમણે કહ્યું કે, શંકાસ્પદ કેસોના કિસ્સામાં પ્લેનમાં તેમની સાથે આવેલા એટલે કે સીટની આગળની ૩ લાઈન અને પાછળની ૩ લાઈનમાં બેઠેલા મુસાફરોના ટેસ્ટ કરાશે. અન્ય શંકાસ્પદ કેસ હાઈરિસ્ક દેશોમાંથી આવ્યા છે. પરંતુ ઓમિક્રોન વધે તો તેની સામે લડવા માટે ગુજરાત સરકાર તૈયાર છે. વધુ પ્રમાણમાં હજુ ટેસ્ટીંગ થાય તેની સૂચના અપાઈ છે. દરેક કોર્પોરેશન સ્તરે અને જીલ્લા સ્તરે પણ સૂચનાઓ અપાઈ છે. અન્ય લોકોની જેમ તેમને પણ નિયમોનું પાલન કરાવાશે. 

તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ ઉપલબ્ધ છે. 6298 ICU બેડ, 48744 ઓક્સિજન બેડ, 19763 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે 597 વેન્ટીલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડની વ્યવસ્થા ઉભી છે. રેમડેસિવીરનો 334973 સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે. રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં હજુ પણ 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ 40,31,455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. 

સાથે જ પ્રજાની બેદરકારી અંગે પણ આરોગ્ય મંત્રીએ કહ્યું કે, સરકારની સાથે-સાથે પ્રજાની જવાબદારી પણ છે. કેસ ઘટયા તેમ વલણ ઢીલું કરાયું છે. ૩૦ નવેમ્બરના રોજ નિયમો એવા જ રાખવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિ એવી દેખાતી નથી. જે દેશમાં કેસ નોંધાયા છે ત્યાં મૃત્યુ થયું નથી. 

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ગુજરાતમાં પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધ કોરોનો પોઝિટિવ થયા હતા અને તેમના સેમ્પલની તપાસમાં સામે આવ્યું હતું કે તેઓ ઓમિક્રોન પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ. જે વૃદ્ધને ઓમિક્રોન થયો છે, તેમણે ચાઇનીઝ રસી સાઇનોવેક્સના બન્ને ડોઝ લીધા હતા. નવાઈની વાત એ છે કે, તેમના નજીકના સંપર્કમાં આવેલા 10 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને આ તમામ 10 લોકોએ ભારતીય વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધને 29 નવેમ્બરે શરદી અને ખાંસીના લક્ષણો હોવાથી તેમણે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તો જામનગર બાદ મુંબઈમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધયો છે. મુંબઈમાં ઓમિક્રોનનો જે કેસ નોંધાયો છે એ 33 વર્ષીય યુવાન દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને દિલ્હી થઈને કલ્યાણ ડોમ્બિવલી પહોંચ્યો હતો.