આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે વરસાદ પડશે. 

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે વરસાદ પડશે. સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. જેની અસરતળે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ દિવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તથા દક્ષીણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા છે અને કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news