કર્ણાટકના હિજાબ વિવાદની ગુજરાતમાં એન્ટ્રી, સોશિયલ મીડિયામાં ફરતા થયા પોસ્ટર, તંત્રમાં ફાળ પડી

ગુજરાતમાં હિજાબ વિવાદની સુરતથી એન્ટ્રી થઇ રહી છે. સુરતમાં સોશિયલ મીડીયામાં ફરી એક પોસ્ટર ફરી રહ્યું છે. બપોરે હિજાબ મામલે રેલીનું આહવાન કરાઇ રહ્યું છે. સોશિયલ મીડીયામાં ફરતા પોસ્ટરોથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

કર્ણાટકના હિજાબ વિવાદની ગુજરાતમાં એન્ટ્રી, સોશિયલ મીડિયામાં ફરતા થયા પોસ્ટર, તંત્રમાં ફાળ પડી

ચેતન પટેલ/સુરત: કર્ણાટકના હિજાબ વિવાદની ગુજરાતમાં એન્ટ્રી થતાં ખળભળાટ મચ્યો છે. આજે સુરતમાં બપોરે હિજાબ વિવાદ માટે એક રેલી નીકળવા માટેનું પોસ્ટર ફરતું થતાં તંત્રને ફાળ પડી છે. કર્ણાટકનો હિજાબ વિવાદ ગુજરાતમાં ઘુસવાની તૈયારીમાં છે, ત્યારે ડાયમંડ સીટીમાં તંત્ર દોડતું થયું છે. 

મહત્વનું છે કે, ગુજરાતમાં હિજાબ વિવાદની સુરતથી એન્ટ્રી થઇ રહી છે. સુરતમાં સોશિયલ મીડીયામાં ફરી એક પોસ્ટર ફરી રહ્યું છે. બપોરે હિજાબ મામલે રેલીનું આહવાન કરાઇ રહ્યું છે. સોશિયલ મીડીયામાં ફરતા પોસ્ટરોથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. હાલ ગુજરાતી વિદ્યાર્થીઓનો એક જ મત શિક્ષણમાં આવું થવું જોઇએ. હિજાબ V/S કેસરી ખેસ શિક્ષણના ધામમાં ન જોઇએ. બોર્ડર પર સૈનિક કોઈ ધર્મને જોઈને સુરક્ષા કરતો નથી. તો અહીં શિક્ષણમાં આવું કેમ?

હિજાબ અને કેસરી ખેસ અંગે વિદ્યાર્થીઓનું નિવેદન
હિજાબ અને કેસરી ખેસ અંગે વિદ્યાર્થીઓનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે શિક્ષણમાં ધર્મ ન હોવો જોઈએ. બોર્ડર પર સૈનિક કોઈ ધર્મને જોઈને સુરક્ષા કરતો નથી. અભ્યાસને ધર્મથી દુર રાખવો જોઈએ.

સુરતમાં શુક્રવારે રેલી નીકળી...

કર્ણાટક રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાથી શરૂ થયેલા બીજા વિવાદ વકરી રહ્યો છે. હવે સુરતની મુસ્લિમ સમાજની મહિલાઓ શૈક્ષણિક સંસ્થાનોમાં તેમના ધર્મ મુજબનો પહેરવેશ પહેરવાની છૂટ આપવાની માગ સાથે ઉન વિસ્તારમાં મૌન રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ જોડાઈ હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના ઉન વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ યુવતીઓ એકત્ર થઇ હતી અને તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગણી સાથે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુસ્લિમ યુવતીઓની રેલી સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું માધ્યમ બની હતી. આ રેલીમાં 500થી વધુ મુસ્લિમ મહિલાઓ જોડાઇ હતી.

તમને જણાવી દઈએ કે, સુરતમાં પણ હિજાબ વિવાદના પડધા પડયા છે. મુસ્લિમ મહિલાઓ યુવતીઓ મૌન રેલી સાથે પ્રદર્શન કરી શૈક્ષણિક સંકુલમાં ધર્મ મુજબના પહેરવેશ પહેરવાની છૂટ આપવા માગણી કરી હતી. કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં તમામ વિદ્યાર્થીઓને એકસરખો ગણવેશ પહેરવાના આદેશ આપવામાં આવ્યા બાદ મુસ્લિમ સમાજની વિદ્યાર્થિનીઓ દ્વારા તેમને ધર્મ મુજબ બીજા પહેરવાની છૂટ આપવાની માગણી સાથે દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમાજની મહિલાઓ યુવતીઓ શિક્ષણ સંસ્થામાં તેમને હિજાબ પહેરવાની છૂટ આપે તે પ્રકારની માગણી સાથે વિરોધ કરી રહી છે. 

શું છે હિજાબ વિવાદ
કર્ણાટકની ઉડુપીની MGM કોલેજે હિજાબ પર પ્રતિબંધ મુક્યો છે. મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ સાથે પ્રવેશ ન મળતા વિવાદ થયો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. અન્ય જૂથે કેશરી શાલ પહેરીને આવતી વિદ્યાર્થિનીઓનો  વિરોધ કર્યો હતો. MGM કોલેજથી શરૂ થયેલો વિવાદ જિલ્લાની કોલેજમાં ફેલાયો હતો. સ્થિતિ બગડતા હાઈસ્કૂલ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય હતો. સ્થાનિક તંત્ર, કોલેજે વિદ્યાર્થીઓના પરિવાર સાથે વાતચીત કરી હતી. પરિવાર અને કોલેજની વાતચીતમાં સમાધાન આવ્યુ ન હતુ, હિજાબને લઈ કર્ણાટકમાં બે જૂથ પડ્યા હતા.

એક જૂથે હિજારને સમર્થન કર્યુ, બીજા જૂથે હિજાબનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ હિજાબ ન પહેરવાના અધિકારને કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે શાળા, કોલેજમાં હિજાબ પર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો છે. મુસ્લિમ યુવતીઓ સાથે ભેદભાવ ગણાવવાની સાથે સુપ્રીમમાં અરજી થઈ છે. કર્ણાટકની મસ્જિદ,મદરેસા સાથેના સંગઠને સુપ્રીમમાં અરજી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news