પક્ષપલટાની કળ હજી વળે તે પહેલા વધુ એકવખત AAPમાં આબરૂનું ધોવાણ, વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વીડિયોથી ચકચાર

Aap Surat WhatsApp Group: સુરતમાં ફરી આમ આદમી પાર્ટીમાં એક પછી એક નવા વિવાદ ઉભા થઈ રહ્યા છે. શુક્રવારે સોસિયલ મીડિયામાં આદમી પાર્ટીના આપ સુરત નામના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ક્લીપ સાથેનો એક મેસેજ વાઈરલ થયો હતો. મમતા પાટીલ નામની મહિલા ગ્રુપએડમીન હોવાનું જાણવા મળ્યું હતું.

પક્ષપલટાની કળ હજી વળે તે પહેલા વધુ એકવખત AAPમાં આબરૂનું ધોવાણ, વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વીડિયોથી ચકચાર

ચેતન પટેલ/સુરત: આમ આદમી પાર્ટીની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ચૂકી છે. પક્ષપલટાની કળ હજી વળે તે પહેલા વધુ એકવખત આમ આદમી પાર્ટીની રાજકીય આબરૂનું ધોવાણ થયું હોય તેવી એક ઘટના સામે આવી છે. 'આપ સુરત' વોટ્સએપ ગ્રુપમાં ફરી એકવખત બીભત્સ વીડિયો પીરસાયા છે જેના કારણે રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચ્યો છે.

સુરતમાં ફરી આમ આદમી પાર્ટીમાં એક પછી એક નવા વિવાદ ઉભા થઈ રહ્યા છે. શુક્રવારે સોસિયલ મીડિયામાં આદમી પાર્ટીના આપ સુરત નામના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ક્લીપ સાથેનો એક મેસેજ વાઈરલ થયો હતો. મમતા પાટીલ નામની મહિલા ગ્રુપએડમીન હોવાનું જાણવા મળ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, AAPની રાજકીય દશા બેઠી છે. સુરતમાં ફરી સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વધુ એક વીડિયોએ આપની આબરૂ ધૂળધાણી કરી છે. શુક્રવારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થયો હતો. આપ સુરત નામથી બનાવાયેલા વોટસએપ ગ્રુપમાં સબ કુછ કરો લવ નહીં. નામથી સ્ટેટસ ધરાવતા કાર્યકરે આપ સુરત નામથી બનાવાયેલા વોટ્સએપ ગ્રુપમાં એક બિભત્સ ક્લીપ મુકી હતી. જેને લઈને ચકચાર મચી ગઈ હતી. 

મહત્વનું છે કે, મમલા પાટીલ દ્વારા વોટ્સએપ ઉપર આપ સુરત નામથી ગ્રુપ બનાવાયું છે. તેઓ ગ્રુપ એડમીન છે. મળતી માહિતી પ્રમાણે આ ગ્રુપમાં આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો પણ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news