રામ જન્મ ભૂમિ પૂજનને લઇ માતા હીરાબાએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ, કહ્યું- મને ગૌરવ છે

પીએમ મોદીના હસ્તે 5 ઓગસ્ટના દિવસે રામ મંદિર ભૂમિ પૂજન કરવામાં આવશે. જેને લઇ પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા જવાના છે. માતા હીરાબાએ પણ પીએમ મોદીને ખૂબ આશીર્વવાદ આપ્યા અને કહ્યું કે, મને ગૌરવ છે કે, દેશના પ્રધાનમંત્રી અને અમારા પરિવારના સભ્ય દ્વારા ભૂમિ પૂજન થઇ રહ્યુમ છે.

રામ જન્મ ભૂમિ પૂજનને લઇ માતા હીરાબાએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ, કહ્યું- મને ગૌરવ છે

અમિત રાજપુત, અમદાવાદ: પીએમ મોદીના હસ્તે 5 ઓગસ્ટના દિવસે રામ મંદિર ભૂમિ પૂજન કરવામાં આવશે. જેને લઇ પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા જવાના છે. માતા હીરાબાએ પણ પીએમ મોદીને ખૂબ આશીર્વવાદ આપ્યા અને કહ્યું કે, મને ગૌરવ છે કે, દેશના પ્રધાનમંત્રી અને અમારા પરિવારના સભ્ય દ્વારા ભૂમિ પૂજન થઇ રહ્યુમ છે.

પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું  ભૂમિ પૂજન આનંદ અને ગર્વની ક્ષણ છે. જ્યારે માતા હીરાબાએ પણ પીએમ મોદીને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું- મને ગૌરવ છે કે  દેશના પ્રધાનમંત્રી  અને અમારા પરિવારના સદસ્ય દ્વારા ભૂમિ પૂજન થઈ રહ્યું છે. 5 ઓગષ્ટના દિવસે સાંજે ઘરે દીપ પ્રગટાવી દિવાળીનો પર્વ ઉજવીશું. દેશવાસીઓ પણ ભૂમિ પૂજનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહયા છે.

એક રિપોર્ટ અનુસાર, પીએમ મોદી 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકે પહોંચી જશે. તેઓ સાકેત વિશ્વવિદ્યાલયથી રામજન્મભૂમિ તરફ આવશે. આ દરમિયાન પ્રધાનમંત્રી હનુમાનગઢી પણ જશે. પ્રાપ્ત જાણકારી અનુસાર કાર્યક્રમમાં 200 ગેસ્ટ સામેલ થશે. તેમાં વિશિષ્ટ અતિથિઓની સાથે સાધુ-સંત અને અધિકારીઓના સામેલ થવાની જાણકારી છે.

રિપોર્ટસ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં રામ મંદિર પ્રવાસ દરમિયાન ભાષણ પણ આવશે. તેમનો કાર્યક્રમ બે કલાકનો રહેશે. ભૂમિ પૂજનનો સમય બપોરે 12 કલાક 15 મિનિટ  32 સેકેન્ડનો રહેશે. આ દરમિયાન પીએમ રામ મંદિરની આધારશિલા રાખશે. 

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યુ કે, ભૂમિ પૂજનના દિવસે, 5 ઓગસ્ટે વિશ્વભરમાં ફેલાયેલા બધા રામ ભક્ત અને ભારતના સંત-મહાત્મા જ્યાં છે, ત્યાં ભૂમિ પૂજન કરે. તેમણે કહ્યું. બધા શ્રદ્ધાળુ સંભવ હોય તો પરિવારની સાથે અથવા નજીકના કોઈ મંદિરમાં 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકથી બપોરે 12.30 કલાક સુધી ભૂમિ પૂજન કરે. તેમણે મોટા ઓડિટિરિયમમાં ભૂમિ પૂજનનું લાઇવ ટેલીકાસ્ટ દેખાડવાની પણ અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news