Farmers Protest: લોકસભા ચૂંટણીની બરાબર પહેલા ખેડૂત આંદોલન...BJPની મુશ્કેલીઓ વધશે કે કોઈ અસર નહીં પડે?

Farmers Protest: લગભગ બે વર્ષ બાદ ખેડૂતો ફરીથી પોતાના ટ્રેક્ટરો લઈને દિલ્હી આવી રહ્યા છે. 2020-21માં લગભગ એક વર્ષ સુધી ખેડૂતોએ ધરણા ધર્યા હતા. ખેડૂતો ત્રણ કૃષિ કાયદા ખેંચાવીને જ પાછા ફર્યા હતા. હવે ખેડૂતો લોકસભા ચૂંટણીની બરાબર પહેલા આંદોલન કરી રહ્યા છે.

Farmers Protest: લોકસભા ચૂંટણીની બરાબર પહેલા ખેડૂત આંદોલન...BJPની મુશ્કેલીઓ વધશે કે કોઈ અસર નહીં પડે?

લગભગ બે વર્ષ બાદ ખેડૂતો ફરીથી પોતાના ટ્રેક્ટરો લઈને દિલ્હી આવી રહ્યા છે. 2020-21માં લગભગ એક વર્ષ સુધી ખેડૂતોએ ધરણા ધર્યા હતા. ખેડૂતો ત્રણ કૃષિ કાયદા ખેંચાવીને જ પાછા ફર્યા હતા. હવે ખેડૂતો લોકસભા ચૂંટણીની બરાબર પહેલા આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને રોકવા માટે સરકાર પણ અનેક પ્રયત્નો કરી રહી છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત પણ ચાલે છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ નીકળ્યું નથી. આવામાં ખેડૂતોની દિલ્હી ચલો કૂચને રાજધાનીમાં પ્રવેશતી રોકવા માટે દિલ્હીની સરહદો પર મલ્ટીલેવલ અવરોધક, કોંક્રીટના અવરોધક, લોઢાના ખિલ્લા અન કન્ટેઈનરની દિવાલો લગાવીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

ખેડૂત આંદોલનથી ભાજપને કેટલો ખતરો?
ખેડૂત આંદોલનને લઈને સરકાર તો એક્ટિવ છે પરંતુ ગભરાતી નથી. ભલે લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો દિલ્હીમાં ભેગા થઈ રહ્યા હોય. પરંતુ સરકારમાં જરાય અફરાતફરીનો માહોલ નથી. આવામાં સવાલ એ છે કે શું ખેડૂત આંદોલનથી ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડે? શું મોટા ચહેરાઓના અભાવમાં આ વખતે ખેડૂત આંદોલ પહેલા જેટલું મજબૂત નથી? સમજવા જેવું છે. 

પંજાબ કેન્દ્રીત લાગે છે આંદોલન
ખેડૂતોના આ આંદોલનમાં આ વખતે મોટાભાગના સંગઠનો પંજાબના છે. એટલે કે એકવાર ફરીથી ખેડૂત આંદોલનનું કેન્દ્ર પંજાબ જ છે. આવામાં આ માર્ચ પંજાબી ખેડૂતોનું આંદોલન બનીને રહે તેવી શક્યતા છે. ભાજપનો પંજાબમાં એટલો જનાધાર નથી. ગત લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને પંજાબમાંથી ફક્ત બે સીટો મળી હતી. ભાજપે  પંજાબની 13 સીટો પર શિરોમણી અકાલી દળ સાથે ચૂંટણી લડી હતી. આવામાં પંજાબ કેન્દ્રીત ખેડૂત આંદોલનથી ભાજપ પર વધુ અસર થશે નહીં. 

પશ્ચિમ યુપીમાં આરએલડી સાથે આવવાથી બદલાયા સમીકરણો
ખેડૂતો હરિયાણાથી આવી રહ્યા છે જેમાં પશ્ચિમી યુપીના પણ કેટલાક ખેડૂતો સામેલ થશે. જો કે તેનો પણ ભાજપ પર વધુ પ્રભાવ પડવાની શક્યતા નથી. કારણ કે ગત આંદોલન છતાં 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાર્ટીને પશ્ચિમ યુપીમાંથી પણ સફળતા મળી હતી. આ વખતે જયંત ચૌધરીની આરએલડી પાર્ટી પણ ભાજપ સાથે છે. આવામાં જાટ વોટર્સ પણ ભાજપ સાથે આવે તેવી શક્યતા છે. 

મોટા ચહેરા દૂર
આ વખતના આંદોલનથી મોટા ખેડૂત નેતાઓ પણ દૂર છે. હરિયાણાના ગુરુનામ સિંહ ચઢૂની હજુ સુધી આંદોલનનો ભાગ હોવાના કોઈ સમાચાર નથી. સંયુક્ત કિસાન મોરચા તરફથી પણ કહેવાયું ચે કે તેમને આંદોલનમાં બોલાવવામાં આવ્યા નથી કે તેમનો મત લેવાયો નથી. આવામાં તેઓ જોડાશે નહીં. 

અનેક માંગણીઓ પર થઈ રહ્યું છે કામ
આ ઉપરાંત ખેડૂતોની અનેક માંગણીઓ પર સરકાર કામ કરી રહી છે. ખેડૂતોએ ટેકાના ભાવ (MSP) માટે કાનૂની ગેરંટી, સ્વામીનાથન આયોગની ભલામણો  લાગૂ કરવા, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, કૃષિ ઋણ માફી, પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખીરી  હિંસાના પીડિતો માટે ન્યાયની માંગણી કરેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news