ગુજરાતમાં દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ; 300થી વધારે લોકોને ઝાડાઉલટી, કમળો અને ટાઈફોઈડ

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફેબ્રુઆરીના 10 જ દિવસમાં સેંકડો કેસ નોંધાયા છે. શહેરમાં ઝાડાઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે.

ગુજરાતમાં દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ; 300થી વધારે લોકોને ઝાડાઉલટી, કમળો અને ટાઈફોઈડ

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં બેવડી ઋતુના કારણે દર્દીઓથી અનેક હોસ્પિટલો ઊભરાઈ છે. જી હા...અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાથી જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે ફેબ્રુઆરીના 10 જ દિવસમાં 300થી વધારે લોકોને ઝાડાઉલટી, કમળો અને ટાઈફોઈડ થયો હોવાની માહિતી મળી રહી છે. એટલું જ નહીં, દાણીલીમડામાં તો કોલેરાનો કેસ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફેબ્રુઆરીના 10 જ દિવસમાં સેંકડો કેસ નોંધાયા છે. શહેરમાં ઝાડાઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. 10 ફેબ્રુઆરી સુધી ઝાડાઉલટીના 184, કમળો 52 , ટાઈફોઈડના 93 અને કોલેરાનો 1 કેસ નોંધાયો છે. દાણીલીમડા વોર્ડમાં  કોલેરાનો કેસ નોંધાયો છે. પાણીજન્ય રોગચાળા માટે દુષિત પાણી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. શહેરના વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા થઈ રહી છે. લાંભા, વટવા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં AMCની સઘન ચેકીંગ કાર્યવાહી ચાલી રહી છે. તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળામાં નહિવત કેસ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નિકોલમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ. લગ્ન પછી મોડી રાત્રે જાન અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહી હતી. આ દરમિયાન ખેડાના નડિયાદ પાસે વર-કન્યા સહિતના જાનૈયાઓને પેટમાં દુખાવો અને ઉલટી શરૂ થઇ ગઇ. દુખાવો એટલો અસહ્ય હતો કે વર-કન્યા સહિત જાનૈયાઓને તાત્કાલિક નડિયાદની હોસ્પિટલમાં ખસેડવા પડ્યા.

તો બીજી તરફ કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. લગ્નપ્રસંગમાં જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનું જ્યૂસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો...ગાજરનો હલવો અને મિલ્ક શેઈક પીધા પછી ઉલટી અને પેટમાં દુખાવાનું શરૂ થઈ ગયું હતું. નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો ત્યાં તંત્રની ટીમે તપાસ કરી અને સેમ્પલ લીધા. અને કડક કાર્યવાહી કરી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news