દિવસે ગરમી અને રાત્રે ઠંડી, લોકોએ બે ઋતુનો કરવો પડશે સામનોઃ હવામાન વિભાગ
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હવે તાપમાનમાં ઘટાડો થતાં રાત્રે હળવી ઠંડી પડશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં હવે વરસાદની કોઈ શક્યતા નથી.
Trending Photos
અમદાવાદ: રાજ્યમાં દિવાળી બાદ હવે ધીમી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની સીઝનની શરૂઆત છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સૂકું વાતારવણ રહેશે અને તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તેમણે કહ્યું કે લોતોને બેવડી ઋતુનો અનુભવ થશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે કહ્યું કે દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેતા ગરમીનો અનુભવ થશે. જ્યારે રાત્રિ દરમિયાન 20 ડિગ્રીથી નીચે તાપમાન રહેવાનું છે. એટલે કે દિવસે લોકોને ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. લોકોએ ડબલ ઋતુનો સામનો કરવો પડશે.
રાજ્યમાં વરસાદની આગાહી નહીં
રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં હવે કોઈ જગ્યાએ વરસાદની આગાહી નથી અને વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમણે કહ્યું કે અરેબિયન શીમાં ભેજને કારણે રાત્રે ઠંડીનો ચમકારો વર્તાયો છે. તેમણે કહ્યું કે પાછલી રાત્રે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં ખરી ઠંડી શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે