આ રીતે વાયરલ થયું ધોરણ-10નું પેપર, પિતાએ પુત્રને પાસ કરાવવા પેપર માંગ્યુ, શિક્ષક શૈલેષથી ઘનશ્યામ સુધી પહોચ્યું
board exam paper leak : એક પિતાએ પોતાના પુત્રને પાસ કરાવવા માટે પેપર માંગ્યુ હતું, અને એક શિક્ષકે બીજા વિદ્યાર્થીઓનું હિત વિચાર્યા વગર પેપર આપ્યુ હતું. વિદ્યાર્થીઓને સત્યના પાઠ ભણાવતા શિક્ષકે જ આ કૃત્યુ આચર્યુ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ફરી એકવાર પેપરકાંડ સર્જાયો છે. સરકારી નોકરી મેળવવા માટેની પરીક્ષા હોય કે પછી બોર્ડની પરીક્ષા, ગુજરાતની કોઈ પરીક્ષા કૌભાંડો વગર થઈ નથી રહી. પેપર લિક થવાથી લઈને પેપર વાયરલના સિલસિલા યથાવત છે. જેમાં યેનકેન પ્રકારે પાસ થવા માટે લોકો અન્ય વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે. ગઈકાલે ધોરણ 10 નુ હિન્દીનુ પેપર વાયરલ થયું, જેમાં પાંચ આરોપીઓના નામ સામે આવ્યા છે. જેમા ચોંકાવનારી વાત તો એ છે કે, એક પિતાએ પોતાના પુત્રને પાસ કરાવવા માટે પેપર માંગ્યુ હતું, અને એક શિક્ષકે બીજા વિદ્યાર્થીઓનું હિત વિચાર્યા વગર પેપર આપ્યુ હતું. વિદ્યાર્થીઓને સત્યના પાઠ ભણાવતા શિક્ષકે જ આ કૃત્યુ આચર્યુ છે.
મહીસાગર જિલ્લો વધુ એક વખત પેપર કાંડને લઈને ફરી વિવાદમાં આવ્યો છે. સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામના શિક્ષક શૈલેશ મોતીભાઈ પટેલની ધોરણ 10 ના હિન્દીના વાયરલ પેપર મુદ્દે ધરપકડ કરાઈ છે. ગઈ કાલે ધોરણ 10નું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું. પેપર પૂરરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પર ફરતું થયું હતું. ધોરણ 10 હિન્દી દ્વિતીય ભાષા સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થતા વિવાદ થયો હતો. પેપર વાયરલ કરવામાં શિક્ષક શૈલેષ પટેલનો મોટો રોલ છે.
પેપર ફૂટવાની ઘટનામાં શિક્ષકનો રોલ
ધોરણ 10 નું પેપર વાયરલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોર ચલાવતા યુવકનું નામ સામે આવ્યુ હતું. સંજેલીના ઘનશ્યામ ચારેલના આઈડી પરથી પેપર લીક થયુ હતું. જેથી દાહોદ પોલીસ સંજેલી પહોંચી હતી અને ઘનશ્યામની તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો કે, ઘનશ્યામ નામના વ્યક્તિએ ફેસબુક પર પેપર વાયરલ કર્યું હતું. ઘનશ્યામ નામના શખ્સને સુરેશ ડામોરે પેપર મોકલ્યું હતું.
(સુરેશ ડામોરને પેપર આપનાર શિક્ષક શૈલેષ પટેલ)
કેવી રીતે વાયરલ થયુ પેપર
- સુરેશ ડામોરનો પુત્ર ધોરણ 10માં કરે છે અભ્યાસ
- સુરેશ ડામોરે પેપર માટે શૈલેષનો સંપર્ક કર્યો હતો
- સંજેલીની વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક છે શૈલેષ પટેલ
- શૈલેષ પટેલ મહીસાગર જિલ્લાના સંતરામપુરના કાળીબેલ ગામના રહેવાસી છે
- શૈલેષે સુરેશનો સંપર્ક અમિત તાવિયાડ સાથે કરાવ્યો હતો
- અમિત તાવિયાડ આશ્રમ શાળાના પ્રાથમિક વિભાગમાં નોકરી કરે છે અને LRDનો ઉમેદવાર છે
- ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શૈલેષના ઓળખિતા છે અમિત તાવિયાડ
- સંપર્ક બાદ અમિતે સુરેશને 10.47એ પેપર જવાબ સાથે મોકલ્યુ
- સુરેશે પેપરની પ્રિન્ટ કાઢવા મિત્ર જયેશ ડામોરને ઘરે બોલાવ્યા
- જયેશ ડામોરે પ્રિન્ટ કાઢવા માટે ઘનશ્યામને પેપર મોકલ્યું
- ઘનશ્યામે પેપરની પ્રિન્ટ કાઢી ફેસબુક પર વાયરલ કર્યું
આ સમગ્ર કેસમાં શાળા સામે પણ નિયમ પ્રમાણે કાર્યવાહી કરાશે. દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે