માનવ તસ્કરી: મહારાષ્ટ્રમાં ટ્રેનમાંથી પકડાયેલા દંપતિનું કનેક્શન અમદાવાદ નીકળ્યું

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામેથી એક વ્યક્તિએ એક બાળકને ટ્રેનમાં આવેલા મહિલા અને પુરુષ ને સોંપ્યો હતો. જે સમગ્ર ઘટનામાં મહારાષ્ટ્રના નાગપુરના વર્ધા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સમગ્ર કિસ્સો સામે આવતા હવે અમદાવાદ પોલીસ પણ તપાસ કરી રહી છે.

માનવ તસ્કરી: મહારાષ્ટ્રમાં ટ્રેનમાંથી પકડાયેલા દંપતિનું કનેક્શન અમદાવાદ નીકળ્યું

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે, જે મામલે મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી કરીને તપાસ કરતા અમદાવાદ કનેક્શન ખુલતાં આ સમગ્ર બાબત સામે આવી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામેથી એક વ્યક્તિએ એક બાળકને ટ્રેનમાં આવેલા મહિલા અને પુરુષ ને સોંપ્યો હતો. જે સમગ્ર ઘટનામાં મહારાષ્ટ્રના નાગપુરના વર્ધા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સમગ્ર કિસ્સો સામે આવતા હવે અમદાવાદ પોલીસ પણ તપાસ કરી રહી છે.

25 ડિસેમ્બર 2022 ના રોજ નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. મહિલા અને પુરુષ આશરે બે મહિનાના બાળક સાથે મળી આવતા તે ઓને પૂછતા તે ઓના નામ ચંદ્રકાન્ત મોહન પટેલ અને દ્રોપદી રાજા મેશ્રામ હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા તેમની પાસેથી અમદાવાદથી વિજયવાડા ની રેલ મુસાફરી ની ટિકિટ મળી આવી હતી.

બાળક બાબતે તપાસ કરતા તેમજ તેમના મોબાઈલ ફોન જપ્ત કરીને whatsapp ચેક કરતા કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે આ નવજાત બાળકને અમદાવાદ રેલવે સ્ટેશન સામેના રોડ ઉપરથી કૃણાલ નામના વ્યક્તિ દ્વારા ચંદ્રકાંત પટેલના કબજામાં વિજયવાડા પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું અને જેના બદલે તેને 5000 રોકડ રકમ આપવામાં આવી હતી, જે આરોપી પાસેથી પોલીસે 3000 રોકડ રકમ, રેલવેની ટિકિટ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

આ પણ વાંચો:

આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા વર્ધા પોલીસ દ્વારા આઈપીસીની કલમ 370 મુજબ માનવ ટાસ્ક્રીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર બાબત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર બની હોય આ ઘટનાને મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી કાલુપુર પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી છે અને પકડાયેલા બંને આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યા છે. મહત્વનું છે કે કાલુપુર પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાળકના માતા પિતાએ જ તેને એક વ્યક્તિને વેચી દીધો હોવાનું આરોપીઓ જણાવતા અને તે કુણાલ નામના વ્યક્તિ મારફતે આ બાળકને મહારાષ્ટ્ર થકી વિજયવાડામાં એક દંપતીને આપવામાં આવવાનું કબુલ્યું હતું. જોકે આ ઘટનાને લઈને પોલીસે પકડાયેલા બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. હાલ તો મળી આવેલા બાળકને મહારાષ્ટ્રમાં બાળ સંરક્ષણ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

જો કે આરોપીઓની તપાસમાં કેવા ખુલાસાઓ થાય છે. આરોપીઓ એકબીજાને ઓળખતા પણ ન હોવાનું જણાવી રહ્યા છે ત્યારે તેઓ બંને બાળકના માતા પિતાની ઓળખ આપીને રેલવેમાં મુસાફરી કરતા આવવાનું સામે આવતા પોલીસે બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગેની પૂછપરછ હાથ ધરી છે.

માત્ર 2 માસના બાળકની તસ્કરીનો કિસ્સો નોંધાતા પોલીસે બંને આરોપીઓને પકડીને તેના મોબાઈલ ફોન સહિતની વિગતો અને કોલ ડીટેલ કઢાવવાની પ્રક્રિયા તેજ કરી છે, ત્યારે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે છે. આ ઘટનાને લઈને આરોપીઓની સામે કડકમાં કડક પગલાં લેવાય તે પ્રકારની તજવીજ કાલુપુર પોલીસ સ્ટેશન શરૂ કરી છે. જોકે આરોપીઓ દ્વારા અગાઉ કોઈ માનવ તસ્કરી કે બાળ તસ્કરી કરવામાં આવી છે કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news