અમદાવાદમાં પતિએ પત્નીને કેરોસિન છાંટીને સળગાવી મોતને ઘાટ ઉતારી

હાલતો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફરાર આરોપી પતિને શોધખોળ શરૂ કરી છે. 

અમદાવાદમાં પતિએ પત્નીને કેરોસિન છાંટીને સળગાવી મોતને ઘાટ ઉતારી

અમદાવાદઃ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી છે.  ઈસનપુરના શક્તિનગરમાં રહેતા  ક્રૂર પતિએ અગમ્ય કારણોસર પોતાની પત્નીને ઘરમાં બાંધીને કેરોસીન છાંટી સળગાવી દીધી. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. આ અંગે જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થળ પરથી લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપી છે. ઘટના અંગે પોલીસે પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પરિવાર રાજસ્થાનનો હતો. તે અમદાવાદમાં મજૂરી કામ કરીને ગુજરાતન ચલાવતા હતા. પતિએ પોતાની પત્નીને સળગાવીને પતિ ઘર બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ ઘરમાંથી ધૂમાડો બહાર આવતા આસપાસમાં રહેતા લોકોને જાણ થઈ હતી. ત્યારબાદ આ લોકોએ પોલીસને જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર પતિને શોધખોળ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news