કેરળમાં નિપાહ વાઇરસનો ફરી હૂમલો:17ના મોત 1300 લોકો પર નજર

કેરળમાં નિપાહ વાઇરસ ફરી એકવાર પગપેસારો કરવા લાગ્યો છે. કોઝીકોડી જિલ્લામાં ગુરૂવારે વધારે એક વ્યક્તિનું મોત નિપજતા મૃતકોની સંખ્યા વધીને 17 થઇ ચુકી છે. બે દિવસમાં આ ત્રીજી મોતની ઘટના છે. 25 વર્ષનાં રેસીનનું મોત કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. સ્વાસ્થય વિભાગનાં અનુસાર તપાસ અત્યાર સુધી 18 લોકોમાં નિપાહ વાઇરસ હોવાની પૃષ્ટી થઇ છે. જે પૈકી 16 લોકોનાં મોત નિપજ્યા છે. 2ની હાલ સારવાર ચાલી રહી છે. 
કેરળમાં નિપાહ વાઇરસનો ફરી હૂમલો:17ના મોત 1300 લોકો પર નજર

કોઝીકોડ: કેરળમાં નિપાહ વાઇરસ ફરી એકવાર પગપેસારો કરવા લાગ્યો છે. કોઝીકોડી જિલ્લામાં ગુરૂવારે વધારે એક વ્યક્તિનું મોત નિપજતા મૃતકોની સંખ્યા વધીને 17 થઇ ચુકી છે. બે દિવસમાં આ ત્રીજી મોતની ઘટના છે. 25 વર્ષનાં રેસીનનું મોત કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. સ્વાસ્થય વિભાગનાં અનુસાર તપાસ અત્યાર સુધી 18 લોકોમાં નિપાહ વાઇરસ હોવાની પૃષ્ટી થઇ છે. જે પૈકી 16 લોકોનાં મોત નિપજ્યા છે. 2ની હાલ સારવાર ચાલી રહી છે. 

નિપાહ વાઇરસ માટે 196 નમુનાની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 178 લોકો નેગેટિવ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત અઠવાડીયે કોલકાતા ફોર્ટ વિસ્તારમાં રહેલા કેરળનાં એક 28 વર્ષીય સૈનિકનું મોત નિપજ્યું હતું. એવી આશંકા છે કે તેમનું મોત પણ નિપાહ વાઇરસનાં કારણે થયું હતું. જ્યાં 5 દિવસ બાદ તેમનું મોત નિપજ્યું હતું. તેમનાં નમુનાની તપાસ માટે પુણે ખાતેની રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થા ખાતે મોકલવામાં આવ્યા અને તેનાં પરિણામની રાહ જોવાઇ રહી છે. 

વાઇરસની પૃષ્ટી થાય ત્યાં સુધીમાં પ્રભાવિત લોકોનાં સંપર્કમાં આવેલા 1300થી વધારે લોકોને ઓબ્જર્વેશનમાં રાખવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છેકે આ વાઇરસ ચામાચીડીયાનાં કારણે ફેલાય છે. દિલ્હી સરકારે લોકોને વાઇરસથી સતર્ક રહેવા માટેની સલાહ આપી છે. લોકોને ફળ આવવામાં સાવધાની વર્તવા માટે જણાવ્યું છે. કેરી ખાવા બાબતે સૌથી વધારે સાવધાની વર્તવા માટે જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news