પતિની પ્રેમિકા બીજી કોઈ નહિ, પણ સગા ફોઈની દીકરી નીકળી

પતિ પત્ની અનો વોનો કિસ્સા સમાજમાં સતત વધી રહ્યાં છે. સંબંધોમાં છેતરામણી વધી રહી છે. આવામાં આણંદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમાં પણ પતિની પ્રેમિકા બીજી કોઈ નહિ, પણ સગા ફોઈની દીકરી નીકળતા પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આણંદ હેલ્પલાઈન પર આ સમસ્યા પહોંચી હતી. 

Updated By: Mar 26, 2021, 10:42 AM IST
પતિની પ્રેમિકા બીજી કોઈ નહિ, પણ સગા ફોઈની દીકરી નીકળી

ઝી મીડિયા/બ્યૂરો :પતિ પત્ની અનો વોનો કિસ્સા સમાજમાં સતત વધી રહ્યાં છે. સંબંધોમાં છેતરામણી વધી રહી છે. આવામાં આણંદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમાં પણ પતિની પ્રેમિકા બીજી કોઈ નહિ, પણ સગા ફોઈની દીકરી નીકળતા પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આણંદ હેલ્પલાઈન પર આ સમસ્યા પહોંચી હતી. 

ઘટના એમ હતી કે, આણંદમાં હેલ્પલાઈન 181 નંબર પર એક પરિણીતાનો ફોન આવ્યો હતો. મહિલાએ ફોન પર ટીમને કહ્યું કે, તેના પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ છે. તેઓ મને છૂટાછેડા આપવા માંગે છે. જેથી હેલ્પલાઈન ટીમ મહિલાની મદદે પહોંચી હતી. 

આ પણ વાંચો : ગુજરાતમાં વિકરાળ બની શકે છે કોરોના, ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ ઘાતક બની શકે છે 

મહિલાએ ટીમને પોતાની આપવીતી બતાવતા જણાવ્યું કે, મારી ગેરહાજરીમાં મારા ઘરે રોજ એક મહિલા મારા પતિને મળવા આવતી હતી. આ વાતની જાણ મારા પાડોશીઓએ મને કરી હતી. તેથી પતિને રંગે હાથ ઝડપવાનું મેં નક્કી કર્યું. એક દિવસે મેં બંનેને પકડી પાડ્યા હતા. ત્યારે મારા પતિની પ્રેમિકાને જોઈને હું શોક્ડ થઈ ગઈ હતી. મારા પતિની પ્રેમિકા કોઈ બીજી નહિ, પણ સગા ફોઈની વિધવા દીકરી જ હતી. જે હું નોકરી પર જઉ તો મારા પતિને રોજ મળવા આવતી હતી. પહેલા મને શંકા ન ગઈ, પણ પછી મેં મારા પતિનો ફોન ચકાસ્યો હતો. ત્યારે મારા પતિના પિતરાઈ બહેન સાથે ઢગલાબંધ ફોટો હતા. જે જોઈને હું આઘાત પામી હતી. 

આ પણ વાંચો : તંત્રના બહેરા કાને ન સંભળાયો આ મહિલાનો અવાજ, સસરાની સારવાર માટે દર દર ભટકી છતાં પણ....

મહિલાએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં તેઓના પ્રેમલગ્ન થયા છે અને એક બાળક છે. પતિ-પત્ની સાસુ-સસરાથી અલગ રહી અને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંનેની નોકરીનો સમય અલગ અલગ હતો. હવે મારો પતિ મને છૂટાછેડા આપવા માંગે છે. જોકે, મહિલાની વાત સાંભળીને ટીમે પતિ પત્ની બંનેને કાઉન્સેલિંગ માટે બોલાવ્યા હતા. અંતે બંને વચ્ચે સમાધાન થયું હતું.