જો કોઇ કંપની ઉંચા ભાડે ગાડી માંગે તો થઇ જજો સાવધાન, નહી તો આજીવનની કમાણી જશે !

ટી જી સોલાર નામની બનાવટી કંપની ઉભી કરી તેમાં ફોર વહીલર કાર ઊંચા ભાડા થી બાંધવાની લાલચ આપી કુલલે 264 જેટલી કારો બારોબાર વેચાણ કરનાર ગેંગ પાસેથી કુલલે 200 કાર ઇકોનોમિક સેલ દ્વારા કબ્જે લેવાઈ છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પણ ગાડીઓ વેચાઇ ચુકી છે તેને પણ રિકવર કરવાની કાર્યવાહી આરંભી છે. 

Updated By: Jul 3, 2021, 09:02 PM IST
જો કોઇ કંપની ઉંચા ભાડે ગાડી માંગે તો થઇ જજો સાવધાન, નહી તો આજીવનની કમાણી જશે !
પ્રતિકાત્મક તસવીર

ચેતન પટેલ/સુરત : ટી જી સોલાર નામની બનાવટી કંપની ઉભી કરી તેમાં ફોર વહીલર કાર ઊંચા ભાડા થી બાંધવાની લાલચ આપી કુલલે 264 જેટલી કારો બારોબાર વેચાણ કરનાર ગેંગ પાસેથી કુલલે 200 કાર ઇકોનોમિક સેલ દ્વારા કબ્જે લેવાઈ છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પણ ગાડીઓ વેચાઇ ચુકી છે તેને પણ રિકવર કરવાની કાર્યવાહી આરંભી છે. 

GUJARAT CORONA UPDATE: નવા 76 કેસ, 190 દર્દી સાજા થયા, 20 જિલ્લામાં એક પણ કેસ નહી

વર્ષ 2020 ડિસેમ્બરમાં ટી જી સોલાર નામની કંપની સ્થાપવામાં આવી હતી. આ કંપની દ્વારા ભાડેથી કાર રાખવામાં આવતી હતી. જેમાં કંપની દ્વારા રૂ 20 થી રૂ 50હજાર જેટલું ઊંચું ભાડું આપવાની લાલચ આપી હતી. કંપનીએ સુરત, નવસારી તથા તેની આસપાસના વિસ્તારમાંથી કુલ 264 જેટલી કાર ભાડા પર મેળવી હતી. બે મહિના સુધી સમયસર ભાડું આપી ત્રીજા મહિનામાં કાર માલિકોની ખોટી સહીઓ કરી કાર બારોબાર વેચીમારી અથવા તો કેટલીક ગીરો કરી કામરેજ સ્થિત ઓફીસ બંધ કરી આરોપી ભાગી છૂટ્યા હતા. 

અમદાવાદ: 160 કિલો વજનના બાળકની કરાઈ બેરિયાટ્રિક સર્જરી, સાગરનું વજન બન્યું તેનું દુશ્મન

પોતાની જમા પૂંજીમાંથી બચત કરેલી રકમથી લોકોએ કાર ખરીદી હતી. જ્યારે પોતાની કાર બારોબાર વેચાઈ જતા તમામ લોકોએ આ અંગે ઇકોનોમિક સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે અગાઉ કંપનીનો મુખ્ય આરોપી કેતુલ પરમારને ઝડપી પાડ્યો હતો . ઇકોનોમિક સેલ દ્વારા ગરીબોની બારોબાર વેચાયેલી 264 કાર રિકવર કરવાની શરૂઆત કરી હતી. જેમાં પોલીસને સફળતા પણ મળી હતી. પોલીસે બે મહિનાની અંદર 264 પૈકી 200 જેટલી કાર અમદાવાદ, બારડોલી, જામનગર, રાજકોટ, ધોળકા, ભાવનગર, મહારાષ્ટ્ર, નડુબારથી કબ્જે કરી મૂળ માલિકોને સોંપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube