નવરાત્રિમાં મોડી રાત્રે ફરતા કે રોમિયોગિરી કરતા ઝડપાયા તો તમારી ખેર નથી, જાણો શું છે પોલીસનો એક્શન પ્લાન
નવરાત્રિમાં આ વખતે અનેક નિયમોની ભરમાર હશે. કોરોનાનો કહેર ઓછો થતા હવે સરકારે છૂટ આપી છે જેને પગલે સોસાયટી અને ફ્લેટમાં શેરી ગરબાના આયોજન માટે લોકોએ તૈયારી કરી લીધી છે
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: નવરાત્રિમાં આ વખતે અનેક નિયમોની ભરમાર હશે. કોરોનાનો કહેર ઓછો થતા હવે સરકારે છૂટ આપી છે જેને પગલે સોસાયટી અને ફ્લેટમાં શેરી ગરબાના આયોજન માટે લોકોએ તૈયારી કરી લીધી છે. ત્યારે પોલીસે તમામ લોકોને તમામ નિયમો પાળે તે માટે સૂચના આપી અને સી ટીમ તથા મહિલા પોલીસની ટીમ પણ ચણિયાચોળીમાં તહેનાત રહી મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપશે. કેવી હશે આ વખતની નવરાત્રિ અને કેવા હશે નિયમો સાથે પોલીસનો શું હશે એક્શન પ્લાન જોઈએ આ અહેવાલમાં...
શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી મજૂરી અપાઈ છે. જ્યારે નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે. ઉપરાંત નવરાત્રિમાં મહિલા ઓની સુરક્ષાને લઈને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ સી ટિમ તૈનાત રહેશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખશે. મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે અને આ તમામ જગ્યાએ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.
જો કે, જરૂર જણાશે તો આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરિ કરતા રોમિયોને પાઠ ભણાવશે. તો બીજી તરફ પોલીસે પણ યુવતીઓને અપીલ કરી છે કે, જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરીવારના સભ્યોને આપવી. જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈક તકલીફ પડે તરત જ 100 નબર પોલીસ કન્ટ્રોલ જાણ કરવી. નવરાત્રિ તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે.
સામાન્ય રીતે સમયની પાબંધી ન હોય ત્યારે અનેક બનાવો બનતા હોય છે કેમ કે, લોકો મોડી રાત સુધી બહાર ફરતા હોય છે. આ વખતે 12 વાગ્યા સુધીનો નિયમ હોવાથી પોલીસ 12 વાગ્યે ત્યાં સુધીમાં તમામ લોકોને ઘરે પહોંચી જવા અપીલ કરી ચુકી છે. ડીસીપી, એસીપી, પીઆઇ કક્ષાના અધિકારીઓથી માંડી તમામ વાહનો મોડી રાત સુધી સ્ટેન્ડ ટુ રખાશે. છેડતી કે અન્ય કોઈ બનાવ ન બને તે માટે પણ વિશેષ ધ્યાન આ ટિમો રાખશે. સાથે જ કોરોનાના નિયમોનું પાલન અને જરૂરી બાબતોનું પાલન કરાવવાનું કામ પોલીસ કરશે.
પૂર્વ વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન અનેક બનાવો બનતા હોય છે. ખાસ ચોરી, છેડતી અને હત્યા જેવા ગંભીર ગુના બનતા હોય છે. જેને લઈને પોલીસે 95 થી વધુ નાકાબંધી પોઇન્ટ પણ ઉભા કર્યા છે. પોલીસે શેરી ગરબાના આયોજકો પાસે વિગતો માંગી એક રેકોર્ડ રાખ્યો છે. ત્યાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ખાસ વોચ રાખવામાં આવશે. કન્ટ્રોલ રૂમમાંથી પણ પોલીસ ત્રીજી આંખથી રોડ પર નજર રાખશે.
મોડી રાત્રે બહાર જતી યુવતીઓ પરિવારજનોને ક્યાં જાય છે તેની સાથે કોણ છે. તેવી વિગતો પણ પરિવારને આપીને જાય તો કદાચ કોઈ ઘટના બનતી પોલીસ અટકાવી શકે તેવું પલાનિંગ પોલીસે કર્યું છે. આ તમામ બાબતોનું પાલન કરાવવામાં પોલીસ પૂરતું ધ્યાન રાખશે. જો કોઈ પણ નિયમોનો ભંગ કરશે તો સીધી કાર્યવાહી જ કરાશે. હાલ પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે પણ હવે વારો છે લોકોનો કે જે લોકોએ આ તમામ નિયમો પણ પાળવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે