એશિયાનાં સૌથી મોટા ડોમમાં PM મોદી સભા સંબોધી, રેલવે એન્જિનની ફેક્ટરીથી દેશ અને દાહોદ બંન્ને હરણફાળ ભરવા તૈયાર
વડાપ્રધાન મોદીએ આજે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, એક સમય હતો કે જ્યારે હું અંબાજીથી ઉમરગામના પટ્ટા પર રહેતો હતો. અહીંના આદિવાસીઓનાં જીવન અને તેમના સ્વભાવને ખુબ જ નજીકથી જાણુ છું. આદિવાસી એટલે જળ જેટલો પવિત્ર વ્યક્તિ. આદિવાસી સમાજના લોકો ખુબ જ નિર્મળ અને નિષ્કપટ સ્વભાવના છે. તેમને મોટા પ્રમાણમાં બલિદાન આપ્યા છે.
Trending Photos
દાહોદ : વડાપ્રધાન મોદીએ આજે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, એક સમય હતો કે જ્યારે હું અંબાજીથી ઉમરગામના પટ્ટા પર રહેતો હતો. અહીંના આદિવાસીઓનાં જીવન અને તેમના સ્વભાવને ખુબ જ નજીકથી જાણુ છું. આદિવાસી એટલે જળ જેટલો પવિત્ર વ્યક્તિ. આદિવાસી સમાજના લોકો ખુબ જ નિર્મળ અને નિષ્કપટ સ્વભાવના છે. તેમને મોટા પ્રમાણમાં બલિદાન આપ્યા છે.
રાજ્યની વધુ એક યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટનાથી ખળભળાટ; બીકોમ સેમ-6નું અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યું
જો કે હવે દાહોદ વિકાસની હરણફાળ ભરવા માટે તૈયાર છે. અહીં મેક ઇન ઇન્ડિયા હેઠળ રેલવેનું 22 હજાર કરોડ રૂપિયાનું મોટુ કારખાનું બનવા જઇ રહ્યું છે. આ ઉપરાંત દાહોદ પણ સ્માર્ટ સિટી બનવા જઇ રહ્યું છે. 20000 કરોડ રૂપિયાના રોકાણથી આ સમગ્ર આદિવાસી સમાજના હજારો યુવાનોને રોજગારી મળશે. હું અહીં મારા RSS ના કાર્યકાળ દરમિયાન અહીં આવતો હતો ત્યારે મને અહીંની રેલવેથી કપાયેલી વિસ્તાર જોઇને ખુબ જ દુખ થતું હતું. ત્યારે મે વિચાર્યુંહ તું કે કુદરતની નજીક રહેલા આ વિસ્તારનો વિકાસ થવો જોઇએ.
દાહોદ હવે વિકાસની હરણફાળ ભરવા માટે તૈયાર છે. વડોદરાની સાઇડ કાપવા માટે જ દાહોદમાં હવે લોકો મોટિવ એન્જિન બનાવવાનું કારખાનું નાખ્યું છે. આ એન્જિનનાં કારખાના થકી દેશ પણ મજબુત બનશે અને દાહોદ પણ ડબલ મજબુત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને એશિયાના સૌથી મોટા ડોમનું નિર્માણ કર્યું હતું. તેમણે કહ્યું કે, હું જે મુખ્યમંત્રી હતો ત્યારે જે નહોતો કરી શક્યો તેટલું મોટુ કામ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી દેખાડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે