અમદાવાદ SOG લાવી ખાસ મશીન, ડ્રગ્સ લીધું હશે તો ગણતરીના સમયમાં ઝડપાઈ જશો

હવે ગણતરીના દિવસોમાં લોકો 31મી ડિસેમ્બરે પાર્ટી કરવાના છે. ઘણા પાર્ટી પ્લોટમાં આયોજનો થવાના છે. ત્યારે અમદાવાદ એસઓજીની ટીમે ડ્રગ્સના દૂષણને રોકવા માટે ખાસ પ્લાન બનાવી લીધો છે. જો કોઈ ડ્રગ્સ લઈને નિકળ્યું હશે તો તેની તપાસ કરવા માટે પોલીસ ખાસ મશીન લાવી છે. 

અમદાવાદ SOG લાવી ખાસ મશીન, ડ્રગ્સ લીધું હશે તો ગણતરીના સમયમાં ઝડપાઈ જશો

ઉદય રંજન, અમદાવાદઃ 31 ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પોલીસ પણ તૈયાર થઈ ગઈ છે. આ દિવસની રાતે યોજાતી કેટલીક પાર્ટીઓમાં દારૂની રેલમછેલ થતી હોય છે. અડધી રાત સુધી લોકો ડાન્સ પાર્ટીમાં એન્જોય કરી છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. હવે આ વર્ષે પોલીસ પણ એક્ટિવ થઈ છે. ભૂલથી પણ ડ્રગ્સ કે દારૂ પીને નીકળ્યા તો નવા વર્ષની સવાર પોલીસ સ્ટેશનમાં નીકળવાની સાથે પોલીસ ડાયરીમાં તમારા નામની નોંધ થઈ શકે છે.  પોલીસે આ રાત માટે સ્પેશ્યલ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 

ડ્રગ્સ લીધેલાને પકડવા માટે પોલીસે ખાસ કિટ વસાવી
રાજ્યમાં 31 ડિસેમ્બરની પાર્ટી દરમિયાન ઘણા લોકો દારૂ અને ડ્રગ્સની પાર્ટી પણ કરતા હોય છે. પરંતુ પોલીસ આ દૂષણને રોકવા માટે સક્રિય છે. અમદાવાદ પોલીસ અત્યાર સુધી આલ્કોહોલ ચેલ કરવા માટે તો મશીનનો ઉપયોગ કરતી હતી. પરંતુ હવે પોલીસે ડ્રગ્સ લીધેલા લોકોને ઝડપવા માટે એક ડ્રગ્સ એનાલિટિક ટેસ્ટનીની કિટ વસાવી છે. જેનું નામ મોબાઈલ ડ્રગ્સ ટેસ્ટિંગ એનાલાઈઝર મશીન છે. જેમાં માત્ર 9 મિનિટની અંદર કોઈએ ડ્રગ્સ લીધુ છે કે નહીં તેની માહિતી મળી જશે. રાજ્યમાં આ કિટ પહેલીવાર અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા લાવવામાં આવી છે. હવે 31 ડિસેમ્બરે એસઓજીની ટીમ વિવિધ વિસ્તારમાં જઈને શંકાસ્પદોના ટેસ્ટ કરશે. 

નવા વર્ષની ઉજવણી સંદર્ભે પોલીસનો એક્શન પ્લાન.
- કુલ 14,000 હજાર પોલીસ કર્મીઓ
- 4000 હોમગાર્ડ
-15 જેટલી SRPની કંપની
-સીસીટીવી સર્વેલન્સ વેન
-બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ કર્મીઓ
-બ્રેથ એનેલાઈઝરની કિટો
-ડ્રગઝ ટેસ્ટિંગ કિટો

નશો કરનારને છોડશે નહીં પોલીસ
નવા વર્ષની ઉજવણીમાં નશામાં ધૂત થઈને ફરનારા લોકો માટે શહેર પોલીસ આ વખતે ખરા અર્થમાં કાયદાનો પાઠ ભણાવશે. લગભગ 300થી પણ વધુ બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે શહેર પોલીસના જવાનો રોડ ઉપર બંદોબસ્તમાં જોવા મળશે. જેથી કરીને એવા કોઈ પણ વ્યક્તિઓ કે જેમણે કોઈપણ પ્રકારનો નશો કે પછી માલક પદાર્થનું સેવન કર્યું હશે તેમને પોલીસની ખાસ અલગ અલગ ટેસ્ટિંગ કીટ દ્વારા ચેક કરવામાં આવશે અને જો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો ડ્રગઝ લીધેલો વ્યક્તિ પોલીસના હાથે ઝાડ પાસે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દારૂ પીને નવા વર્ષની ઉજવણી કરતા હોવ તો બ્રેથ એનેલાઈઝર વડે ચકાસી શકાય છે પરંતુ જો કોઈ સિન્થેટિક ડ્રગ લીધું હશે તો પણ આ વખતે બાકાત નહીં રહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news