ગુજરાતના 2 જિલ્લામાં આજે મેઘરાજા બોલાવશે ધબધબાટી, આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદ અને ખુબ પવનના કારણે ગરમીથી લોકોને રાહત મળી. હવામાન એજન્સીઓના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી ઉપર બનેલું હળવા દબાણનું ક્ષેત્ર એક્ટિવ થઈ ગયું છે. હવે તે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી આવી પહોંચ્યું છે.બીજી બાજુ ગુજરાતમાં પણ આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આ બે જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતના 2 જિલ્લામાં આજે મેઘરાજા બોલાવશે ધબધબાટી, આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદ અને ખુબ પવનના કારણે ગરમીથી લોકોને રાહત મળી. હવામાન એજન્સીઓના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી ઉપર બનેલું હળવા દબાણનું ક્ષેત્ર એક્ટિવ થઈ ગયું છે. હવે તે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી આવી પહોંચ્યું છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ પણ પોતાની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ જઈ રહ્યું છે. જેના કારણે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 5 દિવસ સુધી દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી બાજુ ગુજરાતમાં પણ આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આ બે જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

પૂર્વ  ભારત
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 18 સપ્ટેમ્બરે ઓડિશામાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાની તથા કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. એ જ પ્રકારની સ્થિતિ ઝારખંડ અને 16-18 સપ્ટેમ્બર દરમિયાન આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં રહેશે. 

મધ્ય પ્રદેશ
16-16 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ, વિદર્ભ અને 16 સપ્ટેમ્બરે છત્તીસગઢમાં આંધી અને વીજળી સાથે ભારે વરસાદની વકી છે. 16-17 સપ્ટેમ્બરે પશ્ચિમી મધ્ય પ્રદેશ અને 16 સપ્ટેમ્બરે વિદર્ભમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. 

ઉત્તર પશ્ચિમ ભારત
16 સપ્ટેમ્બરના રોજ ઉત્તરાખંડમાં તથા 16-17 સપ્ટેમ્બરે પૂર્વ રાજસ્થાનના અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદની શક્યતા છે. 

પશ્ચિમ  ભારત
16-18 સપ્ટેમ્બર દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. એ જ પ્રકારની સ્થિતિ 16-17 સપ્ટેમ્બર દરમિયાન મરાઠાવાડામાં, 16-18 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં તથા 17 અને 18 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં રહેશે. 16-18 સપ્ટેમ્બર દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, ગુજરાત ક્ષેત્ર અને 16 સપ્ટેમ્બરના રોજ મરાઠાવાડામાં અતિભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 4 દિવસની આગાહી કરતા કહ્યું કે પૂર્વી મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજે બે જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપી, દમણ અને દાદરા નગરહવેલીમાં આવતી કાલે અતિભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્રીજા દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. ત્યાર બાદ વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં ચાર દિવસ સુધી વરસાદ રહેશે. 

આ સાથે જ માછીમારોને 16 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જ્યારે 17-18 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતનાં દરિયાકિનારે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 40 kmph ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. 

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. જે મુજબ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે. જેના કારણે 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને વરસાદ આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. 

હિમાચલમાં જોવા મળી શકે પ્રકોપ
હિમાચલ પ્રદેશમાં પણ હવામાનનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગે મંડી, બિલાસપુર, ચંબા, કાંગડા, સોલન અને સિરમૌર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. 21 સપ્ટેમ્બર સુધી વિસ્તારમાં વરસાદ થવાના અને રાજ્યના નીચાણવાળા તથા મધ્યમ પર્વતીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડવાનું અનુમાન છે. આ સાથે જ ઉંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમ સ્તરનો વરસાદ કે બરફવર્ષાનું પણ અનુમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news