વડોદરામાં કોરોના કેસ વધતાં MS યુનિવર્સિટીનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણ્યા વિના કોલેજ ના જતાં, નહીં તો...
વડોદરામાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે એમ એસ યુનિ. દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એમ એસ યુનિ. હેડ ઑફિસમાં સત્તાધીશઓએ માસ્ક પહેર્યા વગર પ્રવેશબંધી ફરમાવી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં કોરોના કેસ વધી રહી છે, ત્યારે ફરીથી ગુજરાતમાં સંક્રમણ ના ફેલાય તેના માટે વડોદરાની એમએસ યુનિવર્સિટી સજાગ બની ચૂકી છે. વડોદરામાં કોરોના કેસ વધતાં MS યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિ. હેડ ઑફિસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશબંધી ફરમાવી દીધી છે. જેણા કારણે હવેથી વિદ્યાર્થીઓને હેડ ઓફિસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ નહીં મળે.
વડોદરામાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે એમ એસ યુનિ. દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એમ એસ યુનિ. હેડ ઑફિસમાં સત્તાધીશઓએ માસ્ક પહેર્યા વગર પ્રવેશબંધી ફરમાવી છે. બહારથી કોઈ મુલાકાતી કે કોઈપણ વ્યક્તિને હવેથી માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, યુનિ. કેમ્પસમાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે. હેડ ઓફિસના ગેટ પર માસ્ક ફરજિયાતના બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે કોરોનાના 816 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 745 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.71 ટકા થઈ ગયો છે.
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 312 કેસ નોધાયા છે અને બે મોત નોંધાયા છે. જ્યારે મહેસાણા 56, સુરત કોર્પોરેશનમાં 52, વડોદરા કોર્પોરેશનમાં 51, વડોદરા 40, રાજકોટ કોર્પોરેશન 36, સુરત 25, કચ્છ 24, પાટણ 21, વલસાડ 21, ગાંધીનગર કોર્પોરેશન 20, ભાવનગર કોર્પોરેશન 18, આણંદ 16, ભરૂચ 15, રાજકોટ 13, અમરેલી 12, જામનગર કોર્પોરેશન 11, નવસારી 11, મોરબી 10 એમ કુલ 816 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે