Disturbed Areas Act: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિલકત વેચાણ અને વિવાદાસ્પદ વિસ્તારોને લઈને એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યમાં લાંબા સમયથી અમલી 'અશાંત ધારા' (Disturbed Areas Act) અંગેના કાયદાકીય માળખામાં સરકારે મોટો ફેરફાર કર્યો છે, જે મુજબ હવે 'અશાંત ધારા' શબ્દના બદલે 'સ્પેસિફાઈડ એરિયા' (Specified Area) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
Gandhinagar News: ગુજરાતમાં ખેડૂતોનો ડેટા રહેશે 100 ટકા સુરક્ષિત, કૃષિ વિભાગે કરી ‘વિભાગીય ડેટા સમિતિ’ની રચના. કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત DDCની રચના. ખેડૂતોની ગુપ્ત માહિતી રહેશે સલામત, વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ. લાભાર્થી ખેડૂતો સુધી રાજ્ય સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે.
Gandhinagar News:ફોજદારી કેસોમાં નિર્દોષ છૂટતા આરોપીઓના કિસ્સામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આરોપીઓ નિર્દોષ છૂટશે તો પોલીસ અધિકારી તથા પબ્લિક પ્રોસિક્યુટર સામે તપાસ થશે. પ્રોસિક્યુશન કે તપાસમાં ભૂલ હશે તો મોટી જવાબી કાર્યવાહી થશે. કેસોની સમીક્ષા માટે ચાર સભ્યોની સમિતિ રચાશે. જેમાં ડિરેક્ટર પ્રોસિક્યુશન, ડિજીપી લો એન્ડ ઓર્ડર તથા નાયબ સચિવ કક્ષામાં બે અધિકારીઓને સમાવેશ થશે.
Gandhinagar News: રાજ્યમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના અભાવે સિંચાઈ માટે વધતી મુશ્કેલી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કૃષિ ફીડરોમાં હવે 8 નહીં, 10 કલાક વીજ પુરવઠો મળશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે તેના માટે સૂચના જાહેર કરી દીધી છે. GUVNL, GETCO અને SLDCને તાત્કાલિક અમલના આદેશ પણ અપાઈ ગયા છે.
Mahisagar:રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓનું વર્ષ હવે નહીં બગડે, કારણ કે અન્ય સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં ટ્રાન્સફર કરાશે. નિયમોના ઉલ્લંઘન બદલ ધનવંતરી આયુર્વેદ કોલેજનું જોડાણ રદ થશે, વિદ્યાર્થીઓને 'સુપરન્યુમરી' બેઠકો પર પ્રવેશ અપાશે.
Gandhinagar News:રાજ્ય સરકારના અધિકારી કર્મચારી સામે ફરિયાદ નોંધવાનો મામલો. સરકારના અધિકારી કર્મચારી સામે સીધી પોલીસ ફરિયાદ નહી નોંધી શકાય. ગૃહ વિભાગ દ્વારા ખુલાસો કરતો પરિપત્ર કરાયો. અધિકારી કર્મચારીઓ સામે કોઈ વ્યક્તિ સીધી પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખે તો ચકાસણી કરવી જરૂરી. પોલીસને ચકાસણી પછી અધિકારી સામે ગુનો બનતો હોય તેવું લાગે તો જ પોલીસ ફરિયાદ
Ambaji Temple:શક્તિપીઠ અંબાજી મંદિર ને લઈને મોટા સમાચાર. મંદિર સ્થાપના બાદ નો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય. નવરાત્રિની આસો માસની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને એમના વંશજોને નહીં. હવેથી નવરાત્રીની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે. ગુજરાત હાઈકોર્ટેનો મહત્વનો હુકમ.
Gujarat Jantri 2026 : ગુજરાતમાં 'જંત્રી'ના દરોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળશે. મહેસુલ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલી નવી જંત્રીનો અમલ જાન્યુઆરી-2026ના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં શરુ કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
Gujarat Farmers News:ગુજરાતમાં આગામી સમયમાં થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી. તુવેરના વેચાણ માટે ખેડૂતો તા. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જાન્યુઆરી-૨૦૨૬ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. તુવેર પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો. વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉત્પાદનના ૧૦૦ ટકા જથ્થા મુજબ ખરીદી કરવાનું આયોજન. ભારત સરકારે તુવેર માટે રૂ. ૮,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો
Vadodara News:વડોદરા મહાનગરપાલિકાના કમિશનરનો મહત્વનો નિર્ણય. કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજિસ્ટરમાં કરવી પડશે એન્ટ્રી. રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર નથી આપવામાં આવી રહ્યો પ્રવેશ. અસામાજિક પ્રવૃત્તિઓની વધતી ફરિયાદોને લઈ લેવાયો નિર્ણય. રજિસ્ટરમાં એન્ટ્રીના લીધે મુલાકાતીઓની થઈ શકે ઓળખ. મનપા કમિશનરે લીધેલા નિર્ણયને લોકોએ ગણાવ્યો યોગ્ય
Surat News: સુરત જિલ્લા ગ્રાહક કમિશનનો મહત્વનો ચૂકાદો. વિમાદારનું અકસ્માતમાં અવસાન થયાનું પુરવાર થતું હોય તો PM રિપોર્ટ જરૂરી નથી
Important decision from Gujarat Education Department:શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. ધોરણ 11-12 સામાન્ય પ્રવાહમાં વૈકલ્પિક વિષયનો સમાવેશ કરાશે. ચિત્રકલા, સંગીત, યોગ વિષયનો સમાવેશ કરાશે. ધોરણ 11માં શૈક્ષણિક વર્ષ 2026-27થી સમાવેશ કરાશે. ધોરણ 12માં આ વિષયોનો વૈકલ્પિક વિષય તરીકે થશે. શૈક્ષણક વર્ષ 2027-28માં વૈકલ્પિક વિષય તરીકે થશે.
Gujarat Examination Board: સ્પેશિયલ ટેટ વન તથા ટેટ ટૂ ની પરીક્ષા જાહેર. રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર. આગામી ૧૨ ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરીક્ષા યોજાશે. સ્પેશિયલ ટેટ વન ની સવારે ૧૧ થી ૧ તો સ્પેશિયલ ટેટ ટૂ ની બપોરે ૩ થી ૫માં પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતમાં પરીક્ષા યોજાશે.
Government Schemes:ખેડૂતોના હિતાર્થે રાજ્ય સરકારનો ઉદાર અભિગમ. કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થી ખેડૂતોને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ. નવા જીએસટી દરનો અમલ તા. ૨૨ સપ્ટેમરથી થવાનો હોવાથી ખરીદીની સમયમર્યાદા નવા દરના અમલથી આગામી ૩૦ દિવસ સુધી લંબાવી: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
Gandhinagar News: શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
Jantri Price Hike In Gujarat: ગુજરાતમાં નવી જંત્રી લાગુ કરવાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ખેતી બેંકની AGMમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રી તૈયાર હોવાનો આડકતરી રીતે સંકેત આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જમીનના ભાવો તો ખૂબ વધ્યા છે, પણ જંત્રી વધતી નથી, પરંતુ નવી જંત્રી વધી જશે તો બાકી ખેડૂતોને વધુ પૈસા મળશે. માર્કેટ વેલ્યૂને આધારે જમીન ઉપર લોન મળે તે ખેડૂતો માટે સારી બાબત છે.
Gujarat Goevrment:રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય. ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના ૧,૨૮૨ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા અને ખાસ રજા.
india pakistan war update: ગુજરાત સરકારના કર્મચારીઓની રજા રદ કરાઈ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ થઈ છે, સાથે મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે. અગાઉ પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ હતી.
ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કરાયા ત્રણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે.
આથી નાણાં વિભાગે પરિપત્ર કરીને જે મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વ ધારણ કર્યું હોય તો બાળકના જન્મની તારીખ માંથી 180 દિવસ બાદ કરવાના અને એ પછીના બાકી રહેલા દિવસોની રજા ગણાશે
અમદાવાદ શહેરમાં અતિશય ગરમી હોવાથી વાલીઓની રજૂઆતને ધ્યાને રાખી બાલવાટીકા અને ધોરણ-1થી 8ના બાળકો માટે શાળાનો સમય 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ જણાય છે, તેમDEOના પરિપત્રમાં જણાવ્યું છે.
રાજ્યમાં ધરખમ વધારા સાથેની નવી જંત્રીનો 1લી એપ્રિલ-1005ના રોજથી જો અમલ શરુ થશે તો જમીન-મિલક્તોના બજારમાં ધરખમ વધારો થશે.મોટાભાગના લોકો પાસે પોતાનું ઘરનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે.