BIG BREAKING: રાજ્યના તલાટી કમ મંત્રીઓ આનંદો! માસિક ભથ્થામાં કરાયો મોટો વધારો
માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 કરવાનો નિર્ણય લેવાયો છએ. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
ગાંધીનગર: રાજય સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીઓ માટે એક મહત્વનો નિર્ણયલેવામાં આવ્યો છે. ચૂંટણીના વર્ષમાં તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં રાજ્ય સરકારે નોધપાત્ર વધારો કર્યો છે. માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 કરવાનો નિર્ણય લેવાયો છએ. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.
મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ 2012 પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 નું ખાસ ભથ્થું અપાશે. આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.13-09- 2022 થી કરવામાં આવશે.
રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે