રથયાત્રા : મુસ્લિમ બિરાદરોએ અર્પણ કર્યો ચાંદીનો રથ
રથયાત્રાની તડામાર તૈયારીઓને પગલે સમગ્ર શહેર જગન્નાથમય બન્યું છે
Trending Photos
સંજય ટાંક/ અમદાવાદ : અષાઢી બીજના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોમી એકતાના રંગ પુરાયા છે. શહેરના મુસ્લિમ બિરાદરોએ મંદિરના મહંતને મળી ચાંદીનો રથ અર્પણ કર્યોં છે.
રથયાત્રાની તડામાર તૈયારીઓને પગલે સમગ્ર શહેર જગન્નાથમય બન્યું છે ત્યારે આ તૈયારીઓમાં કોમી એકતાની સુવાસ ભળી છે. શહેરના મુસ્લિમ બિરાદરોએ મહંત દિલીપદાસજી મહારાજ સાથે મુલાકાત કરી તેમને ચાંદી નો રથ અર્પણ કર્યોં. સતત 18 વર્ષથી ચાલી આવતી પરંપરાને નિભાવી મુસ્લિમ બિરાદરો એકતાનો સંદેશ આપી રહ્યા છે.
મંદિરના મહંતે પણ મુસ્લિમ બિરાદરોની મુલાકાતને લઈ ખુશી વ્યક્ત કરીનેસર્વ ધર્મના લોકોને રથયાત્રામાં જોડાવા અપીલ કરી છે. રામ અને રહીમ એક છે તેમજ ઈશ્વર અને અલ્લાહ એક છે. આ સંજોગોમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એમ તમામ ધર્મના લોકો આ રથયાત્રામાં જોડાય છે. આ ભાવનાના પગલે રથયાત્રા કોમી એક્તાનું પ્રતિક બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે