'2022ની ચૂંટણી ભાજપ VS ભાજપની થવાની છે, જેમાં કોંગ્રેસને બેઠા બેઠા ફાયદો થવાનો'

કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ જસદણમાં ભાજપમાં ચાલતા જૂથવાદ મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ જ થવાનું જ હતું... તેનું કારણ છે કે, કોંગ્રેસમાંથી કેટલાકને ભાજપમાં લઈ જઈને મિનિસ્ટર બનાવવામાં આવે છે.

'2022ની ચૂંટણી ભાજપ VS ભાજપની થવાની છે, જેમાં કોંગ્રેસને બેઠા બેઠા ફાયદો થવાનો'

ઝી ન્યૂઝ: વિધાનસભાની ચૂંટણી ટાણે ગરમાવો જોવા મળે તે સ્વાભાવિક વાત છે, પરંતુ કોઈ એક જ રાજકીય પાર્ટીમાં વર્ચસ્વની લડાઈ પણ જોવા મળે તે ખૂલીને સામે આવી છે. જસદણમાં ભાજપમાં ચાલતા જૂથવાદ મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ આજે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.  આજે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા વચ્ચે ચાલતા જૂથવાદ મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બેનરોમાં ભરત બોધરાના ફોટા અને આમંત્રણમાંથી નામની બાદબાકી કરવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ જસદણમાં ભાજપમાં ચાલતા જૂથવાદ મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ જ થવાનું જ હતું... તેનું કારણ છે કે, કોંગ્રેસમાંથી કેટલાકને ભાજપમાં લઈ જઈને મિનિસ્ટર બનાવવામાં આવે છે. શું ભાજપના કાર્યકરોને પાથરણા અને ખુરશીઓ જ પાથરવાની જ છે? જસદણમાં આજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે, ત્યારે બીજી બાજુ ભરત બોધરાના કાર્યક્રમમાં કુંવરજી બાવળિયાના નામની બાદબાકી થાય અને કુંવરજીભાઇના કાર્યક્રમમાં ભરત બોધરાના નામની બાદબાકી થાય છે. આવું કેમ થઈ રહ્યું છે. સરકારી આમંત્રણમાં નામ ન હોઈ તો પ્રોટોકૉલ નડે, પણ પાર્ટીના હોર્ડિંગ અને પત્રિકામાં નામ લખવું પડે કારણ કે તેઓ ભાજપ ઉપાધ્યક્ષ છે.

લલીત કગથરાએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિને જોતા 2022ની વિધાનસભાની ચૂંટણી ભાજપ VS ભાજપની ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસને બેઠા બેઠા ફાયદો થવાનો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટના જસદણના બે મોટા આગેવાનોની અસ્તિત્વની લડાઈ હવે જગજાહેર થઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપના બન્ને આગેવાનો પોતપોતાના કાર્યક્રમોમાં એક બીજા આગેવાનની બાદબાકી થાય તેવા પ્રયાસો હંમેશાં કરતા હોય તેવી વાત સામે આવી છે. ત્યારે ડો. ભરત બોઘરા પોતાના કાર્યક્રમમાંથી કુવરજી બાવળિયાની બાદબાકી કરે છે અને કુંવરજી બાવળીયા ભરત બોઘરાની બાદબાકી કરે છે. એટલું જ નહીં, બંને નેતાઓના કાર્યકર્તાઓમાં પણ વારંવાર ખેંચતાણ જોવા મળે છે. 

No description available.

રાજકોટના જસદણમાં આજે સાંજે સીએમ ભુપેન્દ્ર પટેલનો એક કાર્યક્રમ છે. જેમાં અનેકવિધ કાર્યક્રમોના લોકાર્પણ પહેલાં જૂથવાદ સામે આવ્યો છે. આ કાર્યકમની આમંત્રણ પત્રિકાનો વિવાદ સામે આવ્યો છે. આમંત્રણ પત્રિકા અને હોર્ડિંગમાં ડો. ભરત બોધરાની બાદબાકી કરવામાં આવતા લોકમુખે અંદરોઅંદર અનેક સવાલો ઉભા થયા છે. સીએમના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના નામ લખવામાં આવ્યા પરંતુ ભાજપના પ્રદેશના અગ્રણીના નામની બાદબાકી કરવામાં આવતા સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news