અમદાવાદમાં યુવક મંગેતરને એક વર્ષ સુધી શારીરિક અડપલા કર્યાને ફેરવી અને પછી...

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પૂર્વ મંગેતર સામે ફરિયાદ દાખલ કરી છે. યુવતીની સગાઇ થયા બાદ તેના મંગેતરે વારંવાર શારીરિક અડપલા કર્યા હતા. અંતે આ સગાઇ ફોક છે તેમ કહીને સગાઇ તોડી નાખી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધારે તપાસ આદરી છે. 

Updated By: Jun 18, 2021, 09:41 PM IST
અમદાવાદમાં યુવક મંગેતરને એક વર્ષ સુધી શારીરિક અડપલા કર્યાને ફેરવી અને પછી...

અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પૂર્વ મંગેતર સામે ફરિયાદ દાખલ કરી છે. યુવતીની સગાઇ થયા બાદ તેના મંગેતરે વારંવાર શારીરિક અડપલા કર્યા હતા. અંતે આ સગાઇ ફોક છે તેમ કહીને સગાઇ તોડી નાખી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધારે તપાસ આદરી છે. 

Dantiwada: ગુંદરીમાં એક જ પરિવારમાં શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સીના 7 કેસ, 2ના મોત

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના લગ્ન માટેનો બાયોડેટા સમાજના વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો. જેના આધારે સમાજના આગેવાને સંપર્ક કરી બાપુનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે સગાઇ કરાવી. જો કે સગાઇ બાદ યુવક તેને અવાર નવાર અનેક સ્થળે ફરવા લઇ જતો હતો. જ્યાં તે વારંવાર શારીરિક અડપલા કરતો હતો. 

મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે 21 જૂનથી શરૂ થશે વોક-ઇન વેક્સીનેશન

જો કે સગાઇના એક વર્ષ સુધી યુવક અલગ અલગ સ્થળે લઇજઇને અડપલા કરતો રહ્યો હતો. એક વર્ષ બાદ કુંડળી મેચ નહી થતી હોવાનું કહીને સગાઇ તોડી નાખી હતી. સગાઇ કરાવનાર વ્યક્તિનાં ઘરે જઇને સગાઇનો રૂપિયો,નાળિયેર અને વીંટી પરત આપી ગયા હતા. યુવતી દ્વારા સગાઇ તોડી નહી હોવી છતા પણ સમાજમાં બદનામ કરતા આખરે આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube