વિચિત્ર: અમરેલી જિલ્લામાં માસ્ક અને જાહેરનામાના ભંગની કાર્યવાહીથી ત્રસ્ત વેપારીઓએ બજારો બંધ રાખી

 જાફરાબાદ શહેરમાં પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા માસ્ક અને જાહેરનામા ભંગના દંડની વધારે પડતી કાર્યવાહીના કારણે વેપારીઓ દ્વારા જાફરાબાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

વિચિત્ર: અમરેલી જિલ્લામાં માસ્ક અને જાહેરનામાના ભંગની કાર્યવાહીથી ત્રસ્ત વેપારીઓએ બજારો બંધ રાખી

અમરેલી: જાફરાબાદ શહેરમાં પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા માસ્ક અને જાહેરનામા ભંગના દંડની વધારે પડતી કાર્યવાહીના કારણે વેપારીઓ દ્વારા જાફરાબાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટનાથી જાફરાબાદ મામલતદાર અજાણ
લોકડાઉન દરમિયાન માસ્ક નહી પહેરનારા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વેપારી એસોસીએશન દ્વારા આજે તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેઓએ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જેથી આજે શહેરમાં સજ્જ બંધ પાળવામાં આવ્યો હતો. 

વેપારીઓનું વિચિત્ર સ્ટેન્ડ કેટલી હદે યોગ્ય
જો કે બીજી તરફ સવાલ ઉઠી રહ્યા છે કે, હાલ કોરોનાની સ્થિતીનાં કારણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો સુધરી નથી રહ્યા તેવામાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં વેપારીઓ દ્વારા આ પ્રકારનું વિચિત્ર સ્ટેન્ડ કેટલી હદે યોગ્ય. આખરે તંત્રની કાર્યવાહી લોકોના સ્વાસ્થય માટે જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news