સરકારને છે તમારા સ્વાસ્થ્યની ચિંતા, આવતીકાલે PM મોદી કરી શકે છે મોટી જાહેરાત

દર વર્ષની માફક આવતીકાલે સવારે પણ દેશની નજર લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભાષણ આપતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હશે. પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી કંઇક મોટી જાહેરાત કરી છે.

સરકારને છે તમારા સ્વાસ્થ્યની ચિંતા, આવતીકાલે PM મોદી કરી શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હી: આવતીકાલે દેશ પોતાના 74મા સ્વતંત્રતા દિવસ ઉજવશે. કોરોના સંકટના કારણે આઝાદીનું આ જ્શ્ન ભલે સમિતિ થઇ જાય પરંતુ ઉત્સાહમાં કોઇપણ કમી જોવા મળશે નહી. દર વર્ષની માફક આવતીકાલે સવારે પણ દેશની નજર લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભાષણ આપતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હશે. પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી કંઇક મોટી જાહેરાત કરી છે.

આ વર્ષે પણ આશા છે કે તે કંઇક એવું જ કરશે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સ્વાસ્થ્યને લઇને ઇંફ્રા સેક્ટરના વિકાસ માટે ઘણી મોટી જાહેરાત કરી શકે છે. ગત વખતે પીએમ મોદીએ દેશમાં 'વન નેશન વન રાશન કાર્ડ'ની જાહેરાત કરી હતી. આ વખતે પીએમ મોદી 'વન નેશન વન હેલ્થ કાર્ડ'ની જાહેરાત કરી શકે છે. આ યોજનાની સાથે દેશના તમામ નાગરિકોને એક હેલ્થ કાર્ડ બનશે. શું છે યોજાન અને તેનાથી શું થશે આવો સમજીએ. 

શું છે 'વન નેશન વન હેલ્થ કાર્ડ' 10 પોઇન્ટમાં સમજીએ 
1- તેને 'આધાર'ના માફક જ આખા દેશના નાગરિકો માટે બનાવવામાં આવશે. તેમાં દરેક નાગરિકને 'એક યૂનિક આઇડી' ઇશ્યૂ કરવામાં આવશે.
2- આ હેલ્થ કાર્ડમાં તમામ નાગરિકોના હેલ્થ રિપોર્ટ, ટેસ્ટ અને સારવારનો રેકોર્ડ રાખવામાં આવશે.
3- આ તમામ જાણકારીઓ હેલ્થ કાર્ડમાં ડિજિટલ રીતે સેવ હશે અને કાયમી રહેશે.
4- આ હેલ્થ કાર્ડને દેશના કોઇપણ હોસ્પિટલ અથવા ડોક્ટરને જોતાં તે નાગરિકની સંપૂર્ણ હેલ્થ હિસ્ટ્રી સામે આવી જશે.
5- આ હેલ્થ કાર્ડમાં એક યૂનિક આઇડી હશે જેના દ્વારા કોઇ ડોક્ટર દર્દીની જૂની હિસ્ટ્રી જોઇ લેશે. 
6- નાગરિકને ડોક્ટરોના પરચી અને ટેસ્ટ રિપોર્ટસ સાથે લઇને જવાની જરૂર રહેશે નહી.
7- આ યોજનાને તબક્કા રીતે લાગૂ કરવામાં આવશે, આખા દેશમાં એકસાથે લાગૂ થશે નહી. 
8- તમામ હોસ્પિટલ, ક્લિનિક્સ અને ડોક્ટર એક સેન્ટ્રલ સર્વલ દ્વારા તેની સાથે લિંક હશે.
9- નાગરિકોની ખાનગી જાણકારીઓને સંપૂર્ણ રીતે ગોપ્નીય રાખવામાં આવશે, એટલે કે ડેટા ચોરીનો કોઇ ખતરો રહેશે નહી.
10- આ યોજના અનિવાર્ય નથી પરંતુ વૈકલ્પિક હશે, એટલે કે નાગરિક પોતાની મરજીથી બનાવી શકશે. 

સરકારે આ યોજના માટે પહેલા તબક્કામાં 500 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. આ યોજના લાગૂ થયા બાદ હેલ્થકેર સેક્ટરમાં સૌથી મોટો રિફોર્મ સાબિત થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news