યુવતીને નોકરીની લાલચે અમદાવાદ બોલાવી પાંચ યુવકોએ MD ડ્રગ્સ, દારૂ પીવડાવી આચર્યું દુષ્કર્મ

રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને સારી નોકરી અપાવશે તેવી લાલચ આપીને બોલાવી હતી. ત્યાર બાદ તેને કેફી પીળુ પીણુ પીવડાવીને પાંચ યુવકો દ્વારા દારૂ તથા એમડી ડ્રગ્સનો નશો કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. અલગ અલગ હોટલ તથા અલગ અલગ મકાનોમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 
યુવતીને નોકરીની લાલચે અમદાવાદ બોલાવી પાંચ યુવકોએ MD ડ્રગ્સ, દારૂ પીવડાવી આચર્યું દુષ્કર્મ

અમદાવાદ : રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને સારી નોકરી અપાવશે તેવી લાલચ આપીને બોલાવી હતી. ત્યાર બાદ તેને કેફી પીળુ પીણુ પીવડાવીને પાંચ યુવકો દ્વારા દારૂ તથા એમડી ડ્રગ્સનો નશો કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. અલગ અલગ હોટલ તથા અલગ અલગ મકાનોમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 

આરોપીઓ એટલેથી નહોતા અટક્યા અને તેને ગાડીમાં સાથે લઇજઇને પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ગેંગરેપ ઘટના બાદ યુવતીની સ્થિતી નાજુક હતી. પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે ફરિયાદ દાખલ થઇ હતી. દુષ્કર્મની ઘટના બાદ યુવતીની તબીયત નાજુક થતા તેને સારવાર માટે લઇ જવાઇ હતી. પાંચ આરોપીઓમાં પ્રજ્ઞેશ હર્ષદભાઇ પટેલ, જીતેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

ઓનલાઇન નોકરીની રિકવેસ્ટ મોકલીને યુવતીને અમદાવાદ બોલાવવામાં આવી હતી. અમદાવાદની એક હોટલમાં રોકાવાની વ્યવસ્થા કર્યા બાદ દરરોજ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 21 વર્ષીય યુવતીને ધમકી આપી હતી કે જો કોઇ પ્રકારની ફરિયાદ કે કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે. પોલીસે આ અંગે ગુનો નોંધીને અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. જો કે મોડી રાત્રે સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચ સોંપી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news