શ્રેય હોસ્પિટલ આગ મામલે મહિલા PSI એ કોરોના પેશન્ટને જીવના જોખમે બચાવ્યા

નવરંગપુરા શ્રેય  હોસ્પિટલમાં લાગેલી આગમા 8 લોકોના મોત નીપજી ચુક્યા છે, ત્યારે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ દ્વારા હોસ્પિટલના સ્ટાફ મેમ્બરના નિવેદન લેવાની કામગીરીનો દોર શરુ કરી દીધો છે. મહત્વની બાબત એ છે કે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમા ફાયર સેફ્ટી હતી. પરંતુ NOC ન હોવાનો લેખીત રિપોર્ટ આપ્યો છે. જોકે પોલીસે ગુનો નોંધવા માટે FSL રિપોર્ટ ની રાહ જોઈ રહ્યા છે.
શ્રેય હોસ્પિટલ આગ મામલે મહિલા PSI એ કોરોના પેશન્ટને જીવના જોખમે બચાવ્યા

અમદાવાદ : નવરંગપુરા શ્રેય  હોસ્પિટલમાં લાગેલી આગમા 8 લોકોના મોત નીપજી ચુક્યા છે, ત્યારે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ દ્વારા હોસ્પિટલના સ્ટાફ મેમ્બરના નિવેદન લેવાની કામગીરીનો દોર શરુ કરી દીધો છે. મહત્વની બાબત એ છે કે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમા ફાયર સેફ્ટી હતી. પરંતુ NOC ન હોવાનો લેખીત રિપોર્ટ આપ્યો છે. જોકે પોલીસે ગુનો નોંધવા માટે FSL રિપોર્ટ ની રાહ જોઈ રહ્યા છે.

શ્રેય હોસ્પિટલમાં ભારેલા અગ્નિકાંડ બાદ હવે તપાસનો દૌર શરુ કરવામાં આવ્યો છે. ત્યારે બનાવ અંગે શંકાની સોય ભરત મહંત બાજુ વળતી હોવાના કારણે હાલ તેને નજર કેદ કરવામાં આવ્યો છે. જયારે બીજી તરફ ફાયર વિભાગ પણ આ શ્રેય હોસ્પિટલને આડકતરી રીતે ક્લિનચીટ આપી છે. ફાયરના રિપોર્ટમા ઉલ્લેખ કરવામા આવ્યો છે કે ફાયર ની સાધનો હતા પરંતુ પાસે NOC નથી. જોકે પોલીસ ગુનો નોંધવા માટે FSL રિપોર્ટ ની રાહ જોઈ રહી છે?

નવરંગપુરા પોલીસે હોસ્પિટલ મા હાજર કર્મીઓ સહિત 8 લોકોના નિવેદન લેવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ત્યારે આ બધા મામલાની વચ્ચે નવરંગપુરા પોલીસ દ્વારા સમગ્ર કેસમાં કશું કાચું કપાય નહીં તેના માટે ફાયર અને FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જેથી કરીને 8 લોકોના મોત પાછળ જવાબદાર કોણ છે તેના વિરુધ્ધ ગુનો નોંધી આવા લોકોને સજા અપાવી શકાય. 8 દર્દીઓના મોત માટે જવાબદાર કોણ છે તે નક્કી કરવા પોલીસ ફાયર અને એફ.એસ.એલ વિભાગના રિપોર્ટની રાહ જોઈ રહી હતી. જેમાં ફાયર વિભાગ નો રિપોર્ટ તો તો રિપોર્ટ તો તો આવી ગયો પરંતુ એફ.એસ.એલ ના રિપોર્ટ ક્યારે આવશે તે જાણવું મહત્વનું છે. કારણકે એફ.એસ.એલ.ના રિપોર્ટ પર પર પોલીસની તપાસનો દારોમદાર રહેલો છે.

બીજી તરફ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈની કામગીરી ખરા અર્થમાં બિરદાવા લાયક છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ કે.એમ.પરમારે અંદાજિત 41 જેટલા લોકોના જીવ બચાવ્યા છે. PPE કીટ પહેર્યા વગર જ દબંગ મહિલા પીએસઆઈએ લોકોના જીવ બચાવ્યા છે. આ મહિલા પીએસઆઈએ પોતે પહેરેલી ખાખી ઋણ અદા કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news