રાજ્યમાં હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરાવવા CM ની તાકીદ

બુધવારે મોડી રાત્રે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા. ઘટનાને પગલે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે કે, તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ મકાનોમાં  ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવું રાજ્યની મહાનગર પાલિકાઓ નગરપાલીકાઓના વિકાસ કામોના ચેક વિતરણની વીડિયો કોન્ફરન્સમાં આ સુચનાઓ આપી છે. 

Updated By: Aug 8, 2020, 12:11 AM IST
રાજ્યમાં હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરાવવા CM ની તાકીદ

ગાંધીનગર : બુધવારે મોડી રાત્રે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા. ઘટનાને પગલે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે કે, તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ મકાનોમાં  ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવું રાજ્યની મહાનગર પાલિકાઓ નગરપાલીકાઓના વિકાસ કામોના ચેક વિતરણની વીડિયો કોન્ફરન્સમાં આ સુચનાઓ આપી છે. 

ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

આ સંદર્ભે તત્કાલ સ્થળ ચેકિંગ તપાસ કરવા અને પુરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સુચનાઓ મહાનગરોના સ્વતંત્રતા આપી છે. જે વ્યવસ્થાઓ ખુટતી હોય ત્યાં ફાયર સેફ્ટી સહિતની વ્યવસ્થાઓ સત્વરે ઉભી કરવા પણ શહેરી વિકાસ વિભાગ કાર્યવાહી કરે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે અમદાવાદ હોસ્પિટલ આગ દુર્ઘટનાને દુખદ ગણાવી મૃતકોને શ્રદ્ધાંજલી અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. 

હત્યારા પિતાનો વલોપાત: જે માગે તે પુત્રીને આપ્યું, ઘરનું પાણી પીવાની ના પાડી અને...

અમદાવાદ હોસ્પિટલમાં આગ લાગવાની જે ઘટના બની તેવી કોઇ પણ ઘટના ભવિષ્યમાં ક્યાંય કોઇ બેદરકારીને કારણે કે જરૂરી વ્યવસ્થાના અભાવે નહી બને તેી પુરતી કાળઝી લેવાય તેવી સુચનાઓ આપી છે. માનવજીવન અમુલ્ય છે તેવું જણાવી મુખ્યમંત્રીએ આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો ન આવે તેવી સ્થિતીના નિર્માણ માટે તાકીદ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર