રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
શિયાળાની ઋતુ નજીક આવતાની સાથે જ રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં જઈ રહ્યા છે. અમદાવાદ સહિત સુરત અને રાજકોટમાં પણ સ્વાઈન ફ્લૂએ દેખા દીધા છે.
Trending Photos
અમદાવાદ: શિયાળાની ઋતુ નજીક આવતાની સાથે જ રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં જઈ રહ્યા છે. અમદાવાદ સહિત સુરત અને રાજકોટમાં પણ સ્વાઈન ફ્લૂએ દેખા દીધા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બિમાર દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સ્વાઈન ફ્લૂના લક્ષણ અને આ રોગથી કેવી રીતે બચી શકાય તે જાણવું ખુબજ અગત્યનું છે.
આ પ્રકારના લક્ષણોથી ચેતવું જરૂરી
અમદાવાદ સહિત ગુજરાતમાં હવે સ્વાઈન ફ્લૂના કેસ સામે આવવા લાગ્યા છે. ત્યારે તેના લક્ષણ જાણી લેવા ખુબ જરૂરી છે. સ્વાઈનફ્લૂના લક્ષણની વાત કરીએ તો એકાએક ઠંડી લાગવા લાગે છે અને 101થી 104 ડિગ્રી જેટલો તાવ આવી જાય છે. અને બે-પાંચ દિવસ સુધી તાવ ઉતરતો નથી. સાથે જ દર્દીનું વજન પણ ઉતરવા લાગે છે. તો માથા, ગળા અને સ્નાયુમાં દુખાવો શરૂ થઈ જાય છે. અને સતત સૂકી ઉધરસ આવવા લાગે છે. અને નાક અને આંખમાંથી સતત પાણી પડવા લાગે છે.
આ રીતે સ્વાઈન ફ્લૂથી બચી શકાય
સ્વાઈનફ્લૂના લક્ષણ બાદ હવે તેનાથી બચવાના ઉપાયોની વાત કરીએ તો, સ્વાઈનફ્લૂથી બચવા માટે બને ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળવું જોઇએ અને ભીડમાં કોઈને છીંક કે ઉધરસ આવે તો તત્કાલિક આપણા મોં આગળ રૂમાલ રાખી દેવો જોઇએ. સ્વાઈન ફલૂનાં દર્દીથી પણ દૂર જ રહેવું. આ ઉપરાંત લક્ષણો દેખાયા બાદ રાત્રી સમયે પુરતી ઉંઘ લેવી અને લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવાનું રાખવુ. સાથે જ પ્રોટીનયુકત ખોરાક પણ પુરતા પ્રમાણમાં લેવો જરૂરી બની જાય છે.
રાજ્યમાં આરોગ્ય વિભાગનું એલર્ટ
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ દિવસેને દિવસે વધતાં હવે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. જે રીતે સ્વાઈનફલૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેનાથી બચવા માટે આપણે જ સાવધાન રહવું પડશે. આરોગ્ય વિભાગે સમગ્ર ગુજરાતમાં વધી રહેલા સ્વાઈન ફ્લૂ કેસોને લઇને રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે