24 કલાકમાં 19 રાજ્યોમાં ભુક્કા કાઢશે વરસાદ : ગુજરાતની હાલત પણ કરશે ખરાબ, આ જિલ્લાઓમાં રેડએલર્ટ


weather forecast: ગુજરાત સહિત દેશમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

24 કલાકમાં 19 રાજ્યોમાં ભુક્કા કાઢશે વરસાદ : ગુજરાતની હાલત પણ કરશે ખરાબ, આ જિલ્લાઓમાં રેડએલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગ (IMD) અનુસાર, સમગ્ર દેશમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 46% વધુ વરસાદ થયો છે. દેશના પૂર્વ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું 4 દિવસ સક્રિય રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના શિમલામાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે હિમાચલમાં 4 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને સતારામાં ભારે વરસાદ થયો છે. મુંબઈ અને થાણેમાં રેલવે ટ્રેક, બજારો અને રસ્તાઓ 3 ફૂટ સુધી ડૂબી ગયા છે. ગોરેગાંવમાં એક 30 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. તેના પર ઝાડ પડ્યું હતું. મુંબઈના મહાબળેશ્વર અને વિક્રોલીમાં ભૂસ્ખલનની બે ઘટનાઓ બની હતી. જોકે અહીં કોઈ નુકસાન થયું નથી.

મધ્યપ્રદેશના સિવની જિલ્લાના ખારપડિયા ગામમાં 6 લોકો નદીની વચ્ચે ફસાઈ ગયા. હેલિકોપ્ટરની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 1 મહિલા અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. જેઓ ઢોર ચરાવવા ગયા હતા. પાણીમાં અચાનક વધારો થતાં તેઓ નદીમાં ફસાઈ ગયા હતા.

બે દિવસ પહેલા હિમાચલના મંડી જિલ્લામાં 48 કલાકના ગાળામાં ભૂસ્ખલનની બે ઘટનાઓ બની હતી. જેના કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 બે જગ્યાએ કલાકો સુધી બંધ રહ્યો હતો. આ માર્ગ પરનો જામ 20 કલાક બાદ ખુલ્યો હતો.

દેશભરમાં હવે ચોમાસું આવી ગયું છે. જો હવામાન વિભાગનું માનીએ તો આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું પહોંચી ગયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાએ લગભગ સમગ્ર દેશમાં વહેલું આગમન કર્યું છે. આગામી 2 દિવસમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે. દરમિયાન, જો આપણે આસામની વાત કરીએ તો, મંગળવારે આસામ સહિત ભારતના મોટાભાગના ભાગોમાં ચોમાસું સક્રિય રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે પહાડો પર વરસાદ ચાલુ છે, ઉત્તરાખંડની સાથે પર્વતીય જિલ્લાઓમાં આજે એટલે કે બુધવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે શું કહ્યું?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં 29 જૂન સુધી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 29 જૂનથી 1 જુલાઈ સુધી, પૂર્વ રાજસ્થાનમાં 29થી 30 જૂન સુધી અને ઉત્તરાખંડમાં 28થી 29 જૂનના રોજ કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થશે.

બીજી તરફ જો ગુજરાતની વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. IMD મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગોમાં, ગુજરાતના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે અને સમગ્ર ગુજરાતને આવરી લીધું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદર નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

જ્યાં એક તરફ દેશમાં વધુ વરસાદ થઈ રહ્યો છે. તે જ સમયે, ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં અત્યાર સુધી ચોમાસા દરમિયાન સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું આ વખતે 8 જૂને કેરળ પહોંચ્યું હતું, જે 1 જૂનના તેના સામાન્ય સમયની સરખામણીએ એક સપ્તાહ મોડું હતું. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે, કેરળમાં આ સમયગાળામાં સામાન્ય વરસાદ કરતાં આ વર્ષે 65 ટકા ઓછો વરસાદ થયો છે. જો કે કેરળમાં હવામાન વિભાગની પ્રાદેશિક કચેરીનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમ પવન વધુ તીવ્ર બની રહ્યો છે અને આગામી દિવસોમાં સારા વરસાદની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news