પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, શું ભારે આંધી-વંટોળ-વરસાદ આવશે?

Gujarat Monsoon 2022: અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે. ધીમેધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે.

પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, શું ભારે આંધી-વંટોળ-વરસાદ આવશે?

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 24થી 28 તારીખ વચ્ચે ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામશે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે. ધીમેધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.  મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે 22 જુલાઈ થી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે 24 જુલાઈ થી 26 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી, વાવાઝોડાં સાથે આવશે ધોધમાર વરસાદ

પુષ્ય નક્ષત્રને લઇને આગાહી
અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રને લઇને આગાહી કરતા જણાવ્યું હતું કે, 21મી જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલા પુનર્વસુ નક્ષત્ર છે. ખેડુતો વખ અને પખ તરીકે પણ ઓળખે છે. હાલમાં પુનર્વસુ નક્ષત્ર શરૂ છે. તેમાં વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું ગણાતું નથી. 21મી જુલાઈથી પુષ્ય નક્ષત્રોમાં એટલે કે પખમાં થતાં વરસાદનું પાણી ઊભા પાક માટે ઉત્તમ છે. જે બે ઓગસ્ટ સુધી રહશે. બે ઓગસ્ટ પછી વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી. પુષ્ય નક્ષત્ર  બેસી ગયુ છે. 

સુર્ય એ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી લીઘો છે. પુષ્ય નક્ષત્રનું વાહન શિયાળ છે. એવું કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો એમના પછીના પુષ્પનક્ષત્રમાં પણ ભારે વરસાદ પડતો હોય છે. આ વર્ષે આ નક્ષત્ર સાર્વત્રીક વરસાદ પડયો છે. મોટા ભાગના વિસ્તારોમાં વાવણી પણ થય ગયું છે. પુનર્વસુ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાત અને કચ્છમાં અતિભારે વરસાદ ખાબકયો છે. પુનર્વસુ નક્ષત્રના વરસાદના આકડા જોતા પુષ્ય નક્ષત્રમાં પણ કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે. પુષ્ય નક્ષત્રમાં વરસાદની વાત કરવામા આવે તો આગામી દિવસોમાં અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 24 તારીખ પછી વરસાદની પાછુ જોર વધશે.

તંત્રએ તો તૈયારી કરી લીધી છે, હવે તમે કરી લેજો...ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરતા રાજ્યના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે જગતનો તાત ફરી ચિંતામાં પેઠો છે. પરંતુ હવામાન વિભાગે જણાવ્યું છે કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. પરંતુ હા....સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.

જળાશયો છલાકાયા: 30 ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૪૩ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા જેટલાં ભરાયાં

આજે અને આવતીકાલે ગુજરાત માટે ભારે!
હવામાન વિભાગના મતે, આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ હા અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. આજથી 25 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદી માહોલ રહેશે, અને ત્યારબાદ સામાન્ય વરસાદ જોવા મળશે.

ફરીથી મેઘરાજા ગુજરાતમાં ધોધમાર વરસશે, આગામી પાંચ દિવસ જાણો કયા કેવી રહેશે સ્થિતિ

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ
તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર
રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટર અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં, જ્યારે ૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news