Indian Army Recruitment 2022: ગુજરાતીઓને બખ્ખા! ભારતીય સેનામાં ભરતી માટે સુવર્ણ તક, આ રીતે કરો અરજી

રેલી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા  વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પહેલા જ 05 ઓગસ્ટ 2022ના રોજથી શરૂ થઇ ગઇ છે જે 03 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે.

Indian Army Recruitment 2022:  ગુજરાતીઓને બખ્ખા! ભારતીય સેનામાં ભરતી માટે સુવર્ણ તક, આ રીતે કરો અરજી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ભારતીય સેના ગુજરાતના 20 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરા અને નગર હવેલીના 01 ઓક્ટોબર 1999 અને 01 એપ્રિલ 2005 (બંને દિવસ સામેલ છે)વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારોને વિભિન્ન ટ્રેડ્સમાં અગ્નીવીર તરીકે જોડાવા માટે તક આપી રહી છે.

રેલી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા  વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પહેલા જ 05 ઓગસ્ટ 2022ના રોજથી શરૂ થઇ ગઇ છે જે 03 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. ભરતી રેલી 15 ઓક્ટોબર 2022થી 08 નવેમ્બર 2022 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ એરેના, નવરંગપુરા, અમદાવાદ ખાતે આયોજીત કરવામાં આવશે.

આવરી લેવામાં આવેલા 20 જિલ્લાઓમાં આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મેહસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટા ઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, પંચમહાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદરા અને નગર હવેલી સામેલ છે. તેવા ઉમેદવારો જેઓ ડોમિસાઇલ જરૂરિયાતો તેમજ લાયકાતની શરતો પૂરી કરતા હોય તેઓ રેલી માટે રજિસ્ટર કરાવી શકે છે.

લાયક ઉમેદવારોએ, સેનામાં પસંદ કરાયેલ/લાયકાત ધરાવતા હોય તેવા કારકિર્દી વિકલ્પ માટે 03 સપ્ટેમ્બર 2022 સુધી વેબસાઇટ www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોને શારીરિક દક્ષતા કસોટી અને તબીબી પરીક્ષણ માટે સ્થળ પર બોલાવવામાં આવશે. જેના માટેની તારીખ અને સમયની જાણકારી તેમને તેમના ઇમેલ આઇડી/ મોબાઇલ નંબર પર આપવામાં આવશે. તેથી આ ફજિયાત છે કે દરેક અરજદાર માન્ય ઇ-મેલ આઇડી અને મોબાઇલ નંબર ધરાવતા હોય.

ઉમેદવારો સાથે જ આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ, અમદાવાદ ખાતેથી હેલ્પલાઇન નંબર 079-22861338 અને 9998553924 પર ઓનલાઇન રજિસ્ટ્રેશન અંગે સહાયતા પ્રાપ્ત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news