દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી ખુલ્લી મૂકાઈ, રેલ મંત્રીએ કર્યું લોકાર્પણ
Trending Photos
તૃષાર પટેલ/વડોદરા : ભારતની પ્રથમ અને વિશ્વની ત્રીજી રેલવે યુનિવર્સિટીનું વડોદરા ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું છે. લાલબાગ વિસ્તાર ખાતેના રેલવે સંસ્થાન ખાતે આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રેલવેની પહેલી યુનિવર્સિટી વડોદરામાં સ્થાપવામાં આવી છે. જેમાં હવે રેલ વ્યવહાર, રેલવે વિષયમાં રિસર્ચનો અભ્યાસક્રમ શીખવાડાશે. આ સંસ્થાન 55 એકરના પરિસરમાં ફેલાયેલું છે.
5 સપ્ટેમ્બર 2018ના રોજ રેલવે યુનિવર્સિટીમાં 20 રાજ્યના 103 વિદ્યાર્થીઓની પહેલી બેચ શરૂ થઈ ચૂકી છે. 103 વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી. મદ્રાસ, આઈ.આઈ.ટી મુંબઇ દ્વારા શિક્ષણ અપાશે. આ પ્રસંગે રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, આજે 13 લાખ લોકો રેલવેના એમ્પ્લોય છે. તેઓ તમામને દર વર્ષે એક અઠવાડિયાની પ્રેક્ટિસ આપવી જોઈએ. મંત્રીથી લઇ રેલવેના ઉપરથી લઇ નીચે સુધીના તમામ લોકોએ રેલવેનો સતત અભ્યાસ કરવાની જરૂર છે. આપણે બધાએ ભેગા થઈ રેલવેને નવી રેલવે બનાવવાની છે. આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે. મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રેલવે હવે આગળ વધશે. વડાપ્રધાને હાઇસ્પીડ રેલની વાત કરી. બુલેટ ટ્રેનનો પણ વિરોધ થયો. આપણા વડાપ્રધાનનું વિઝન ભારતને વિશ્વ શક્તિ બનાવવાનું છે. ભારતીય રેલવે મોર્ડન બની રહી છે. આપણે ભારત રેલવે વિશ્વની મોર્ડન રેલ યોજના બનાવીશું. રેલવેને વિશ્વ સ્તરે પહોંચાડીશું. મને વિશ્વાસ છે કે, દેશમાં રેલવે, એરલાઇન્સથી આખા દેશને જોડવાની પીએમ નરેન્દ્ર મોદીની કામગીરી યોગ્ય અને સરાહનીય છે. દેશની વિચારધારા બદલાઈ રહી છે. મોદીજીએ નવી વિચારધારા શરૂ કરી છે. જેમાં ટેકનોલોજી અને ઈમાનદારીનો રોલ બહુ મોટો છે. નવા આઈડિયાને કારણે દેશમાં બદલાવ આવ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નવિન યુનિવર્સિટીનું બિલ્ડીંગ આવેલુ છે. આ યુનિવર્સિટીને પાંચ વર્ષના પ્રોજેકટ અંતર્ગત 421 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રેલવે યુનિવર્સિટીની પ્રથમ બેચમાં 20 રાજ્યોમાંથી આવેલા 103 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. જેમાં 86 વિદ્યાર્થીઓ અને 17 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. બીએસસી ઇન ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી અને બીબીએ પ્રોગ્રામ ઇન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ જેવા બે અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામથી શરૂઆત થશે. આગામી 2019-20માં યુનિવર્સિટી દ્વારા માસ્ટર્સ પ્રોગ્રામ પણ શરૂ કરવાનું લક્ષ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વડોદરામાં નિર્માણ પામેલી દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટીનું આજે લોકાર્પણ કરાયું છે. આ રેલવે યુનિવર્સિટીમાં બીએસસી ઇન ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને બીબીએ ઇન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટનના અભ્યાસ શરૂ કરવામાં આવ્યા છે. આ યુનિવર્સિટીને પાંચ વર્ષના પ્રોજેક્ટ અંતર્ગત 421 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
રેલવે એકેડેમીમાં ચાલી રહેલી કામગીરી અંગે શુક્રવારે વેસ્ટર્ન રેલવેના જી.એમ.એ રિવ્યૂ મુલાકાત લીધી હતી. રેલવે યુનિવર્સિટી માટે અંદાજે 100 એકર જમીનની જરૂર છે. જમીન સંપાદન કરવાની કામગીરી હજુ બાકી છે. પરંતુ પ્રાથમિક તબક્કે રેલવે કર્મચારીઓ માટે એમ.બી.એ. અને બી.ટેક. જેવા ડિગ્રી કોર્સનો પ્રારંભ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. આ માટે એકેડેમીના પહેલા માળનું રિનોવેશન અને બીજો માળ બાંધવાની કામગીરી ચાલુ છે. જે અંગે આજે રિવ્યૂ કરવા માટે વેસ્ટર્ન રેલવેના જી.એમ. એ.કે. અગ્રવાલ સવારમાં આવી ઝડપથી કામગીરી પતાવવા બાંધકામ વિભાગને જરૂરી સૂચનો કર્યાં હતાં. ત્યારબાદ તેઓ દાહોદ વર્કશોપ ખાતે ઇન્સ્પેકશન માટે ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે