દંડની રકમ સાંભળીને ખનીજ માફિયાઓની રાડ ફાટી ગઈ, અધધ 121 કરોડનો દંડ ફટાકારાયો

121 crore rupees fine to mining mafia : સુરેન્દ્રનગરમાં ચાર ખનીજ માફિયાઓને ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગ દ્વારા 121 કરોડનો દંડ ફટકારાયો

દંડની રકમ સાંભળીને ખનીજ માફિયાઓની રાડ ફાટી ગઈ, અધધ 121 કરોડનો દંડ ફટાકારાયો

Surendranagar : ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. તેઓ ધરતીમાંથી જરૂરી ખનીજ બિન્દાસ્તપણે ઉલેચી રહ્યાં છે. ત્યારે હવે આ ખનીજ માફિયા પર લગામ લગાવવી જરૂરી બની ગયુ છે. આવામાં ગુજરાતભરના ખનીજ માફિયા સતર્ક થઈ જાયે તેવી ઘટના બીન છે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને 121 કરોડનો દંડ ફટકારાયો છે. મઢાદ ગામે ચાર ખનીજ માફિયાઓને ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગે આ માતબર રકમનો દંડ ફટકારીને સૌને ચોંકાવી દીધા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા, રેતી અને પથ્થરની ખાણો આવેલી છે. જિલ્લામાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવે છે. મઢાદ ગામમાં સતત ખનીજ ચોરી માટે બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી ગ્રામજનો દ્વારા ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગને રજુઆત કરવામાં આવી હતી. પરિસ્થિતિ એવી થઈ હતી કે, ગામમાં ગેરકાયદેસર ખનીજ માટે જિલેટિન ફોડતા ગામમાં આવેલ મકાનો પણ ધરાશાહી થઈ રહ્યાં છે. આખરે ચિંતાતુર ગ્રામવાસીઓએ પ્રદૂષણ વિભાગનો દરવાજો ખખડાવ્યો હતો. 

surendranagar_zee2.jpg

ત્યારે જિલ્લાના મઢાદ ગામે 30 લાખ મેટ્રિકટ ટન ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગે મોટુ એક્શન લીધું છે. આ કેસમાં ચાર આરોપીઓને 121 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. રણજીત મસાણી, રાજેશ આલ, જયદેવ રબારી અને અજીત પગી નામના ખનીજ માફિયાઓને 121 કરોડનો દંડ ફટાકારાયો છે. 

આ ચારેય ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમને દંડની રકમ ફટકારવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આવી અનેક રેતી, કોલસા અને પથ્થરની ખાણો આવેલી છે, જેને ખનીજ માફિયા ખાલી રહ્યાં છે. આ કારણે સરકારની તિજોરીને મોટો ફટકો પડી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news