લલિત વસોયાની હોમપીચમાં ગાબડું, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના પગલે પત્રિકા યુદ્ધ

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની હોમપીચમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદને કારણે પત્રિકા યુદ્ધ થયું છે. પક્ષમાં સામ સામા આક્ષેપ થતા પત્રિકા યુદ્ધ થયું. કોંગ્રેસ શાસિત પાલિકામાં ગત સામાન્ય સભામાં કોંગ્રેસના 7 સભ્યો નારાજ થયા હતા. નારાજ સભ્યો સામે કોંગ્રેસના સૈયદ હનિફમીયાંએ પત્રિકા બહાર પાડી હતી.

લલિત વસોયાની હોમપીચમાં ગાબડું, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના પગલે પત્રિકા યુદ્ધ

હનિફ ખોખર, જૂનાગઢ: ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની હોમપીચમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદને કારણે પત્રિકા યુદ્ધ થયું છે. પક્ષમાં સામ સામા આક્ષેપ થતા પત્રિકા યુદ્ધ થયું. કોંગ્રેસ શાસિત પાલિકામાં ગત સામાન્ય સભામાં કોંગ્રેસના 7 સભ્યો નારાજ થયા હતા. નારાજ સભ્યો સામે કોંગ્રેસના સૈયદ હનિફમીયાંએ પત્રિકા બહાર પાડી હતી.

કોંગ્રેસ આંતરિક જૂથવાદના કારણે સામ સામે આક્ષેપો થયા અને પત્રિકા યુદ્ધ શરૂ થયું. કોંગ્રેસ શાસિત પાલિકામાં ગત સામાન્ય સભામાં કોંગ્રેસના જ 7 સભ્યો નારાજ થયા હતાં. વિકાસના 49 મુદ્દાઓ પર ભાજપ સાથે ભળી અને એક પણ મુદ્દાને બહાલી ન આપી. કોંગ્રેસના સૈયદ હનિફમીયાંએ 7 દાગી સભ્યો સામે પત્રિકા બહાર પાડી. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ લલિત વસોયા ભૂખી ગામમાં જળ સમાધિના કાર્યક્રમને લઈને ચર્ચામાં હતાં. આ કાર્યક્રમ બાદ તેઓ જળ સમાધિ લેવાના છે તેમ કહ્યું હતું પરંતુ પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી. 

ભાદર ડેમ-2માં પ્રદૂષિત પાણી મામલે MLA લલિત વસોયાની જળ સમાધીની ચિમકી બાદ ભૂખી ગામે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.. ભાદર નદીમાં જેતપુર ડાઇંગ ઉદ્યોગના કલરનું કમિકલવાળુ પ્રદૂષિત પાણી ઠલવાઇ છે અને તેને વિરોધમાં ધારાસભ્ય આજે ભૂખી ગામે જળ સમાધી લેવાના હતાં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news