Big Breaking : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL 2021 ની ફાઈનલ
Trending Photos
- આઈપીએલ 2021 અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને બેંગલુરુમાં રમાનાર છે
- 9 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે
ઝી મીડિયા/બ્યૂરો :વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વર્ષની IPL 2021 ની ફાઈનલ રમાશે. આઈપીએલ 2021 ની શરૂઆત 9 એપ્રિલથી થનાર છે. ત્યારે તેની ફાઈનલ મેચ 30 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium) માં રમાશે તેવી જાહેરાત કરાઈ છે. અમદાવાદમાં કુલ 12 મેચ રમાશે.
આ પણ વાંચો : વડોદરા આપઘાત કેસમાં જ્યોતિષીઓના નામ ઉઘાડા પાડનાર ભાવિન સોનીનું પણ મોત, હવે માત્ર વહુ બચી
આ વર્ષે આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના આંગણે રમાશે. જે અમદાવાદીઓ માટે મોટી ખુશી કહી શકાય. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021 ની સીઝનના શિડ્યુલની જાહેરાત કરી દીધી છે. આઈપીએલના 14 મી સીઝનની શરૂઆત 9 એપ્રિલના રોજ ચેન્નઈમાં થવાની છે. જ્યારે કે તેની ફાઈનલ અમદાવાદમાં રમાશે.
IPL 2021 to begin on 9th April in Chennai and the final match to take place on May 30th at the Narendra Modi Stadium, Ahmedabad pic.twitter.com/qQBdinqVlA
— ANI (@ANI) March 7, 2021
આઈપીએલ 2021 ની મેચ પાંચ અલગ અલગ રાજ્યોમાં રમાનાર છે. જેમાં અમદાવાદમાં પણ મેચ રમાશે તેવું પહેલેથી જ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આઈપીએલ 2021 અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને બેંગલુરુમાં રમાનાર છે. 9 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે. લીગ સ્ટેગમાં દરેક ટીમ ચાર વેન્યુ પર રમશે. ટુર્નામેન્ટમાં 56 મેચ હશે. ચેન્નઈ, મુંબઈ, કોલકાત્તા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. જ્યારે કે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાશે.
ઉલ્લેખનીય છે કે, નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર પ્રેક્ષકો બેસી શકે તેટલી કેપેસિટી છે. સૌથી મહત્વનું છે કે, નવુ મેદાન બન્યું ત્યારથી નક્કી હતું કે અમદાવાદને આઈપીએલ મળશે અને સારી સંખ્યમાં મેચ મળશે. તો બીજી તરફ, બીસીસીઆઈનું હબ મુંબઈ માનવામાં આવે છે. ત્યારે હવે ક્રિકેટ અમદાવાદ તરફ શિફ્ટ થઈ રહ્યું હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, મુંબઈમાં કોરોનાએ પલટવાર કર્યો છે. મોટી સંખ્યામાં કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે અમદાવાદ તરફ મેચ ડાયવર્ટ કરવામા આવી છે તેવું લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે