IPL ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 170 રન બનાવશે, સટ્ટા બજારના ખેલાડીઓએ 10 હજાર કરોડ રૂપિયાની બાજી લગાવી

IPL Satta Racket 2022 : સટ્ટા બજારમાં બંને ટીમ પર જોરદાર બેટિંગ થઈ રહી છે. બંને ટીમો પર કરોડોનો દાવ લાગ્યો છે. આઈપીએલની ફાઇનલમાં 10,000 કરોડથી વધારે રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે તેવુ જાણકારોનુ કહેવુ છે. ત્યારે કઈ ટીમ અને કયા પ્લેયર પર સટ્ટા બજાર ગરમ બન્યુ છે તે જોઈએ

IPL ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 170 રન બનાવશે, સટ્ટા બજારના ખેલાડીઓએ 10 હજાર કરોડ રૂપિયાની બાજી લગાવી

અમદાવાદ :આવતીકાલે એક તરફ જ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2022 ની ફાઈનલમાં ફેન્સ પ્લેયર અને ટીમ માટે ચિયર્સ કરતા હશે, ત્યાં બીજી તરફ એક માર્કેટ એવુ હશે જ્યાં લંગડો, મીટર, ફેવરિટ, લંબીપારી પર ફેન્સની નજર ટકેલી હશે. આ છે સટ્ટાબજારના શબ્દો. મેચના એક રન પર તેમના લાખો-કરોડો રૂપિયા દાવ પર લાગેલા હોય છે. અંતિમ મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે છે, ત્યારે સટ્ટાનો ખેલ પણ તેજ બની રહ્યો છે. આંકડા પર રમનારા પ્લેયર્સના આ માર્કેટમા કયા ભાવે બોલી લાગી છે તે જોઈએ.

ગુજરાત ટાઈન્સ પહેલીવાર ડેબ્યુ કર્યુ અને ફાઈનલમાં પહોચી છે. ગુજરાતની ટીમ અને ગુજરાતનુ સ્ટેડિયમ, જેથી આઈપીએલની 15 મી સીરિઝ રોમાંચક બની રહી છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. તે પહેલા જ સટ્ટા બજાર ગરમ થઈ ગયુ છે. સટ્ટા બજારમાં બંને ટીમ પર જોરદાર બેટિંગ થઈ રહી છે. બંને ટીમો પર કરોડોનો દાવ લાગ્યો છે. આઈપીએલની ફાઇનલમાં 10,000 કરોડથી વધારે રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે તેવુ જાણકારોનુ કહેવુ છે. ત્યારે કઈ ટીમ અને કયા પ્લેયર પર સટ્ટા બજાર ગરમ બન્યુ છે તે જોઈએ. 

હાલ મોબાઈલની એક ક્લિક પર સટ્ટો રમાય છે ત્યારે ઓનલાઈન પ્લેયર્સ બંને ટીમ પર સટ્ટો લગાવી રહ્યા છે. બુકીઓના મતે આઈપીએલ-2022માં ચેમ્પિયન બનવા માટે ગુજરાત ટાઇટન્સ હોટ ફેવરિટ છે. જે હાલ 97 પૈસાના ભાવે સટ્ટા બજારમાં આગળ ચાલી રહ્યુ છે. સેમિફાઈનલમાં પહોંચતા જ ગુજરાત ટાઈટન્સનો ભાવ ઉંચકાયો હતો. ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા ખેલૈયાઓના પાસા ઉંઘા પડ્યા છે. જોકે, સટ્ટા બજારમાં રાજસ્થાન રોયલ્સની ટક્કર પણ જોરદાર છે. રાજસ્થાન રોયલ્સ પણ 95-97 પૈસાના ભાવમાં રમી રહ્યુ છે. જોકે, સટ્ટા બજારના પ્લયેર્સનુ વલણ ગુજરાત ટાઈટન્સ તરફી વધુ દેખાઈ રહ્યો છે.

સટ્ટા બજારમાં એક-એક રન કિમતી હોય છે. દરેક બોલ પર સટ્ટા માર્કેટ ઉંચકાય છે. ટોસ જીતવાથી લઈને અંતિમ બોલ સુધી સટ્ટા બજારમાં કેવા કેવા ભાવ ચાલી રહ્યા છે તેના પર એક નજર કરીએ.

ટોસનો ભાવ - 97 પૈસા. જેમાં જેની પહેલી બેટિંગ આવે તેના રન મુજબ ભાવ રહેશે. જો ગુજરાત ટાઈટન્સની પહેલી બેટિંગ આવે તો રન 171નો ટાર્ગેટ સટ્ટા બજારમાં રખાયો છે. તો રાજસ્થાન રોયલ્સનો ટાર્ગેટ 169-171 રન છે. 

કયા પ્લેયર હોટ ફેવરિટ
રાજસ્થાન રોયલ્સ

  • જોશ બટલર (જે આઈપીએલની આ સીરિઝનો હાઈએસ્ટ સ્કોરર છે) - 30 રનનો ભાવ 90 પૈસા
  • યશસ્વી જયસ્વાલ - 20 રનનો ભાવ 90 પૈસા 

ગુજરાત ટાઈટન્સ

  • શુભમ ગિલ - 24 રનનોભાવ 90 પૈસા
  • રિદ્ધીમાન સાહા - 19 રનનો ભાવ 90 પૈસા

કેટલા રન અને વિકેટ પર સટ્ટા બજાર ઉંચકાશે 

  • પહેલી વિકેટ -25 રન
  • બીજી વિકેટ - 55 રન
  • ત્રીજી વિકેટ - 87 રન

તમને જણાવી દઈએ કે, સટ્ટા બજારનો મૂળ આધાર એક ઈનિંગ પૂરી થયા બાદ હોય છે. એક ટીમ બીજાને ટાર્ગેટ આપે તેના પર સટ્ટા બજાર ઉંચકાય છે. જેને સટ્ટાની ભાષામાં લંચ ફેવરિટ કહેવાય છે. એટલે કે એક ઈનિંગ પૂરી થયા બાદ ભાવ લગાવાય છે. આવતીકાલની આઈપીએલ ફાઈનલની લંચ ઈનિંગનો ભાવ 46 થી 48 પૈસા છે. સટ્ટા બજારમાં ઓવર મુજબ સેશન હોય છે. જેના પર સટ્ટા બજારનો ભાવ અપ-ડાઉન થતો હોય છે. 1-5 ઓવર, 6-10 ઓવર, 11-15 ઓવર, 16-20 ઓવર મુજબ ભાવ ચાલતો હોય છે.  

જોકે, માર્કેટના તજજ્ઞોના કહેવા અનુસાર, આવતીકાલની મેચમા સૌથી લો બેટિંગ થયુ છે. કારણ કે, આ આઈપીએલની અંતિમ મેચ છે. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news