ધર્મની ધજા વધારશે દેશનું માન: PM ની અપીલ બાદ ઇસ્કોન-બીએપીએસ સંસ્થા વિદ્યાર્થીઓની પડખે
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પોલેન્ડ-રોમાનિયા સહિત બોર્ડર પર વિદ્યાર્થીઓ ભુખ્યા તરસ્ટા બેઠા હોવાનાં સતત વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેના પગલે હવે વડાપ્રધાન મોદી દ્વારા ધાર્મિક સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી. જેના પગલે BAPS અને ISKON સંસ્થા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલી ચિંતાના આધારે બીએપીએસ અને ઇસ્કોન સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ અને સેવાકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ અંગેની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.
Trending Photos
અમદાવાદ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પોલેન્ડ-રોમાનિયા સહિત બોર્ડર પર વિદ્યાર્થીઓ ભુખ્યા તરસ્ટા બેઠા હોવાનાં સતત વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેના પગલે હવે વડાપ્રધાન મોદી દ્વારા ધાર્મિક સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી. જેના પગલે BAPS અને ISKON સંસ્થા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલી ચિંતાના આધારે બીએપીએસ અને ઇસ્કોન સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ અને સેવાકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ અંગેની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.
ઇસ્કોર દ્વારા entres.iskcon.org વેબસાઇટ જાહેર કરવામાં આવી છે. આ વેબસાઇટ પર યુક્રેનમાં ઇસ્કોન દ્વારા શરૂ કરવામાં આવેલા રાહત કેમ્પોની તમામ વિગત મળી શકશે. તો બીજી તરફ બીએપીએસ સંસ્થા દ્વારા વિદેશમાં રહેલા પોતાના સ્વયં સેવકોની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું છે. આવા વિદ્યાર્થીઓને બચાવીને પોતાના સ્થળ પર લઇ જવાનો અથવા તો શક્ય હોય ત્યાં સુધી ત્યાં જ વ્યવસ્થા કરવાની કામગીરી આરંભી દીધી છે.
વડાપ્રદાન મોદીએ બીએપીએસ સંસ્થાના મહંત સ્વામીનો સંપર્ક કરીને યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને અપીલ કરી કે, બીએપીએસના સંતો હાલ રોમાનિયા પોલેન્ડ, સોવાકિયા જેવા દેશની બોર્ડર પર વિદ્યાર્થીઓ હાલ રઝળી રહ્યા છે. તેમની ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. જેના પગલે સમગ્ર દેશના બીએપીએસ સ્વયં સેવકોને સંસ્થા દ્વારા સેવામાં લાગી જવા માટે હાંકલ કરવામાં આવી છે.
વડાપ્રધાનની અપીલ બાદ હવે બીએપીએસના સ્વયં સેવકો બોર્ડર પર રહેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરશે. જેના પગલે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા મોબાઇલ કિચનની શરૂ કરવામાં આવ્યું છે. આ કિચન દ્વારા બોર્ડર પર રહેલા વિદ્યાર્થીઓ સુધી ભોજન પહોંચાડાશે. ઉપરાંત જરૂરી અન્ય તમામ વસ્તુઓ પણ પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ જવાબદારી ઇસ્કોન અને સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ઉઠાવી લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે