પ્રેમ માટે દીકરીએ જ સગી જનેતાનું કાસળ કાઢી નાખ્યું, કર્યું એવું કે તમે થથરી જશો

સુખપરની મહિલાનું તેની પુત્રીએ જ પ્રેમી સાથે મળીને કામ કર્યું તમામ. પુત્રી સાથે પડોશી યુવાનના પ્રેમ સંબંધની જાણ મહિલાને થતા યુવાનને ઠપકો આપતા કરાઈ ઘાતકી હત્યા. હત્યા કરવામાં ભુજના એક યુવાને સાથ આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

પ્રેમ માટે દીકરીએ જ સગી જનેતાનું કાસળ કાઢી નાખ્યું, કર્યું એવું કે તમે થથરી જશો

રાજેન્દ્ર ઠક્કર/ભુજ : સુખપરની મહિલાનું તેની પુત્રીએ જ પ્રેમી સાથે મળીને કામ કર્યું તમામ. પુત્રી સાથે પડોશી યુવાનના પ્રેમ સંબંધની જાણ મહિલાને થતા યુવાનને ઠપકો આપતા કરાઈ ઘાતકી હત્યા. હત્યા કરવામાં ભુજના એક યુવાને સાથ આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. હતભાગી મહિલાની સગી સગીર દીકરી આવી કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. ભુજ તાલુકાના સુખપર ગામે પરિણીત મહિલાની હત્યાના બનાવમાં તેની જ સગીર પુત્રીએ તેના પ્રેમી સાથે મળીને હત્યા નીપજાવ્યાનું ખુલ્યુ છે. પોલીસે ઘટનાની સઘન તપાસ ચલાવીને પુત્રીના પ્રેમી અને અન્ય એક યુવાનની ધરપકડ કરી છે . તો બીજી હતભાગીની સગીર પુત્રી પણ કાયદાનાં સંઘર્ષમાં આવી છે. ભુજના સુખપરમાં મહિલાની હત્યાના બનાવમાં હળાહળ કલયુગી ઘટના સામે આવી છે. મહિલાને તેની સગી પુત્રીએ તેના પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે ઘટનાની ઉંડાણ પૂર્વક છાનબીન કરીને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. સુખપરમાં મહિલાની થયેલી હત્યાના બનાવમાં રેન્જ આઈજીપી અને પશ્ચિમ કચ્છ એસપી, DYSP, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોવર્ડ , માનકૂવા પોલીસ સહિતની વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી . 

ઘટના સંદર્ભે આસપાસના લોકોની પુછપરછ કરાઈ હતી. આ ઉપરાંત હ્યુમન રિસોર્સ તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ એક્ત કરાયા હતા. ઘટના બાદ પ્રારંભે કોઈ પરિવારજનોએ બનાવને અંજામ આપ્યાની પોલીસે શંકા સેવી હતી. જેમાં હતભાગીના પતિ પર પ્રથમ શંકા સેવાઈ હતી. બાદમાં ઉંડાણ પૂર્વક તપાસ કરાતા મૃતકની 16 વર્ષિય પુત્રીને તેની પડોશમાં રહેતા આરોપી સુનિલ ઉર્ફ સોનુ કિશોરભાઈ જોશી સાથે પ્રેમ સંબંધ હતો. બન્નેના પ્રેમ સંબંધની જાણ તેની માતાને થઈ જતા મૃતક વિજ્યાબેન પ્રવીણભાઈ ભુડિયાએ આરોપી સુનિલને વારંવાર ઠપકો આપતા હતા. ત્યારે આરોપી સુનિલે તેના ભુજમાં રહેતા મિત્ર આનંદ જગદીશભાઈ સુથાર અને હતભાગીની પુત્રી સાથે જ મળીને ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રથમ આરોપીઓએ કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા યુક્તિ - પ્રયુક્તિથી ઘનિષ્ઠ પુછપરછ કરતા બધી વિગતો બહાર આવી હતી. 

તેઓએ બુધવારે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ દાંતરડા, લોખંડના પાઈપ અને છરીથી જીવલેણ હુમલો કરીને મહિલાની હત્યા નીપજાવી હતી. બનાવમાં પોલીસે ગત રાત્રે જ બન્ને આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા હતા. સઘન પુછપરછ હાથ ધરી હતી. હત્યામા વપરાયેલા હથિયારો પોલીસે કજે કર્યા હતા. આરોપીઓએ હત્યા બાદ મોચીરાઈ તરફ જઈને દાંતરડુ સળઘાવી નાખ્યું હતુ. જે પોલીસે કબજે કર્યુ છે. તો અન્ય હથિયારો શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે ઘટનાનો ભેદ ઉકેલીને આરોપી સુનિલ ઉર્ફે કિશોરભાઈ જોશી તેમજ આનંદ જગદીશભાઈ સુથારની અટક કરીને તેઓના કોરોના રીપોર્ટ કરાવીને ધરપકડ કરાઈ છે. તો હતભાગીની 16 વર્ષિયે પુત્રી કાયદાના સંઘર્ષમાં આવી છે. આમ આ કળયુગમાં પુત્રીએ પ્રેમી સાથે મળી માતાની હત્યા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news