OMG! જામનગરમાં પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવવાના નામે કરોડોની છેતરપિંડી, 3 વિદેશી સહિત 14 સામે ફરિયાદ

કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ. એમાંય ગુજરાતમાં આ કાળમુખો કોરોના અનેક લોકોને ભરખી ગયો. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતમાં પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવવાના નામે કરોડોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

OMG! જામનગરમાં પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવવાના નામે કરોડોની છેતરપિંડી, 3 વિદેશી સહિત 14 સામે ફરિયાદ

મુસ્તાક દલ, જામનગરઃ કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ. એમાંય ગુજરાતમાં આ કાળમુખો કોરોના અનેક લોકોને ભરખી ગયો. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતમાં પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવવાના નામે કરોડોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૈસા કમાવવા માટે લોકો એટલી નીચલી હદ્દ સુધી જઈ શકે છે તેનો આ પુરાવો છે.

No description available.

કહેવાય છેનેકે, લોભિયા વસતા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. કોરોના કાળમાં જામનગરમાં આવો જ કિસ્સો સામે આવ્યો. જામનગરમાં પશુઓ માટે કોરોનાની વેકસીન બનાવવાના મટીરીયલ સપ્લાયના ધંધા અર્થે વોટ્સઅપના માધ્યમથી વેપારીને શિકાર બનાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જામનગરના વેપારીને જાળમાં ફસાવીને પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવી આપવાના નામે ભેજાબાજોએ 1.35 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સૌથી પહેલાં જામનગરના વેપારીને વેક્સીનનો નવો બિઝનેસ શરૂ કરીને તગડા પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી. વ્હોટ્સએપ દ્વારા મેસેજ કરીને જામનગરના વેપારીને બાટલામાં ઉતારવામાં આવ્યો.

No description available.

ઠગ ટોળકી દ્વારા વોટ્સએપ પર બિઝનેસની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. જામનગરના પેલેસ રોડ પર આવેલ મનોજકુમાર ધનવંતરાય શાહ નામના વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ જામનગર પોલીસને કરવામાં આવી છે. પશુઓની વેક્સીન બનાવવાના નામે Cyclovic H-50 ની લે-વહેંચ બાબતે મોટા નફાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. આ કેસમાં 3 વિદેશી સહિત 14 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હાલ જામનગરના સિટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે.

SECOND HAND CAR: શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો, તો એકવાર આ ગાડીઓ પર નજર કરો

સોફિયા 31 માર્ચ 2021ના રોજ જામનગર આવી મનોજકુમારની ઓફિસે આવી હતી અને જ્યાં તેણીએ એસ બી શર્મા એન્ટરપ્રાઈઝમાંથી આવેલું CYCLOVIC H-50 મટીરીયલનું સેમ્પલ લેવડાવી તપાસ કર્યા બાદ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. બાદમાં ડેવિડ હીલેરી નામના શખ્સે મનોજકુમાર સાથે બોગસ પરચેઝ ઓર્ડર મેઇલ દ્વારા મોકલી 100 લીટર CYCLOVIC H-50 મટીરીયલ ખરીદવાનું જણાવ્યું હતું. આ મટીરીયલ ખરીદવાનો ઓર્ડર આવ્યા બાદ પ્રૌઢ મનોજકુમારે નાસિકની એસ બી શર્મા એન્ટરપ્રાઈઝમાં CYCLOVIC H-50 નો 100 લીટર મેળવવાનું જણાવતા વિના શર્માએ 50 ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું કહ્યું હતું અને આ જ ગેંગના મુંબઇના ધારાવીમાં રહેતા એમ એચ એન્ટરપ્રાઈઝ તથા શાન્તાક્રૂઝમાં આવેલી વાયરલેસ એન્ટરપ્રાઈઝ તથા રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી મીડિયાવાલા અને દિલ્હીના શીવા એન્ટરપ્રાઈઝ તથા મુંબઇના મોંગેશ યાદવ અને કૃણાલ વર્મા તેમજ જોગેશ્ર્વરીના અજર કરીમ અને નવની નવીનશંકર શર્મા સહિતની ટોળકીએ આ મટીરીયલના વેચાણ માટે જુદા જુદા બેંક ખાતાના નંબર આપી જામનગરના પ્રૌઢ મનોજકુમાર પાસેથી રૂા.1,33,25,000 ની રકમ ખાતામાં જમા કરાવી હતી.

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

કમ્બલે યાદવ મો.72084 52088 નામના શખ્સે પ્રૌઢને ફોન કરી કરંજલી ચેકપોસ્ટ પર તમારો માલ પકડાઇ ગયો છે અને આ માલ છોડાવવા માટે વધુ 10 લાખ રૂપિયા મોકલવાનું જણાવ્યું હતું. પ્રૌઢે દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ કોઇએ આ મટીરીયલ પરત મોકલ્યું ન હતું. અને બાદમાં પ્રૌઢ મુકેશકુમાર દ્વારા અવાર-નવાર આ આંતરરાષ્ટ્રીય ગેંગનો સંપર્ક કરતાં સંતોષકારક જવાબ ન મળતા આખરે મનોજકુમારે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે યુનાઈટેડ કીંગ્ડમના ટ્રેસી મુરફી સહિતના 14 શખ્સો વિરૂધ્ધ 1,35,75,000 ની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

આરોપીઓમાં લંડન, નોટીંગહામ, મહારાષ્ટ્ર એમાંય ખાસ કરીને મુંબઈ, દિલ્લી અને રાજસ્થાનના લોકો સામેલ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ટોળકી રાષ્ટ્રવ્યાપી અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તર પર આ પ્રકાર કૌભાંડ આચરતી હોવાની પણ પોલીસને આશંકા છે. હવે પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે. કોરોના કાળમાં પશુઓ માટે કોરોનાની રસી બનાવીને વેચવાની વાત કરીને તેનાથી તગડા પૈસા કમાવવાની વેપારીને લાલચ આપીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. દવાના મટીરિયલસ માટે ખોટા પરચેઝ ઓર્ડરના નામે મેઈલ કરીને જામનગરના વેપારી પાસે વારાફરતી પૈસા પડાવવામાં આવ્યાં છે. ગુન્હો IPC કલમ-૪૦૬,૪૨૦,૧૨૦(બી) તથા આઇ.ડી.એકટ કલમ-દડી મુજબ આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ કરી ચોક્કસ ટાર્ગેટ બનાવીને આ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

પોલીસ ચોપડે નોંધાયેલાં આરોપીઓઃ
(૧) ટ્રેસી મુરફી રહે,૬૭ તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ એનજી-૧-૫ જી.વી. યુનાઇટેડ કિંગ્ડમ મો-+૪૪૭૪૦૪૮૯૦૦૫૦ તથા 
(૨) ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપની મો +૪૪૭૫૨૦૬૩૩૫૨૫ તથા 
(3) સોફીયા કેનેડી મો.+૯૧૯૮૯૨૫૧૭૯૬૨ તથા 
(૪) એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝ કોન્ટેકટ પ્રો.વિના શર્મા રહે,પ્લોટ નં-૬ સાતપૂર એમ.આઇ.ડી.સી.સાતપૂર કોલોની નાસીક મહારાષ્ટ્ર મો-+૯૧૯૧૫૬૮૯૨૬૧૮ તથા 
(૫) એમ.એચ.એન્ટરપ્રાઇઝ રહે,સી-૨૫ જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઇ મહારાષ્ટ્ર મો-૯૧૮૭૭૭૯૭૭૩૭ તથા 
(૬) વાયરલેસ એન્ટરપ્રાઇઝ રહે, કિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ વાઘરીવાડા દુર્ગા માતા મંદિર સાંતાક્રુઝ ઇસ્ટ મુંબઇ 
(૭) મીડીયાવાલા રહે,ફલેટ નં-૧૦૧ ડી-બ્લોક વેનીસ એપાર્ટમેન્ટ મીરાનગર ભવાના ઉદયપૂર (રાજસ્થાન) ઓફીસ-૧૧૮ ચેતક સર્કલ આશિષ પેલેસની બાજુમા ચેતક માર્ગ ઉદયપૂર (રાજસ્થાન) તથા 
(૮) શીવા એન્ટરપ્રાઇઝ રહે,૧૮/૨૬ રતીયા માર્ગ જાગ્રુતી પબ્લીક સ્કુલની બાજુમા સંગમ વિહાર સાઉથ દિલ્લી મો-+૯૧૮૩૭૬૦૧૦૨૪૪ તથા 
(૯) મંગેશ યાદવ રહે,રૂમ નં-૧૦૬ ફુલપાડા રોડ ગાંધી ચોક વિરાર ઇસ્ટ મુંબઇ તથા 
(૧૦) કુણાલ વર્મા રહે,વિનાયક નગર ટીન ડોંગરી એમ.જી.રોડ ગોરેગાવ વેસ્ટ મુંબઇ તથા 
(૧૧) અઝહર કરીમ રહે,૪૬૮/ એ/૪૦૪ કોહીનુર એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ જોગેશ્ર્વરી વેસ્ટ મુંબઇ તથા 
(૧૨) નવીનશંકર શર્મા તથા 
(૧૩) જનક એ. પટેલ તથા 
(૧૪) કમ્બલે યાદવ મો-૯૧૭૨૦૮૪૫૨૦૨૮

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news