જામનગરની જીજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, ધ્રોલની એક બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત!
જામનગરમાં છેલ્લા એક માસમાં જામનગર જિલ્લામાં કુલ 14 યાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેશો સામે આવ્યા છે, જે પૈકી અત્યાર સુધી 8 દર્દીઓના મોત નીપજ્યા છે. જયારે આજે ધ્રોલ તાલુકાની એક બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગર શહેર જિલ્લામાં રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે હાલ સીઝનલ બીમારીઓ ઉપરાંત આજે ચાંદીપુરા વાયરસથી પણ ધ્રોલની એક બાળકીનું ચાંદીપુરા શંકાસ્પદ વાયરસથી મોત થયું છે. જ્યારે જીજી હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
જામનગરમાં છેલ્લા એક માસમાં જામનગર જિલ્લામાં કુલ 14 યાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેશો સામે આવ્યા છે, જે પૈકી અત્યાર સુધી 8 દર્દીઓના મોત નીપજ્યા છે. જયારે આજે ધ્રોલ તાલુકાની એક બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના સુપરિટેન્ડ દીપક તિવારીએ મીડિયામાં જણાવ્યું હતું કે જામનગરમાં સમગ્ર એક માસ દરમિયાન ચાંદીપુરા વાયરસના ફુલ 14 કેસ સામે આવ્યા હતા. જેમાંના ઘણા શંકાસ્પદ કેસ પણ હતા જે પૈકી 8 દર્દીઓનું મૃત્યુ નીપજ્યું છે.
જ્યારે બે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં એકની હાલત ક્રિટિકલ જોવા મળી રહી છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સામે સારવાર આપવા માટેની તજજ્ઞોની ટીમ તેમજ અધતન ટેક્નોલોજીના સાધનો ઉપલબ્ધ હોવાનું પણ દીપક તિવારીએ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે