જયેશ રાદડિયાની સંપત્તી અને દેવું બંન્ને ડબલ થયા : કાકા ધ્રૂસ્કે ઘ્રૂસ્કે રડ્યા
26.34 કરોડ રૂપિયાનાં આસામી જયેશ રાદડિયા પાસે ગાડી જ નથી
- 4 વર્ષમાં 12 કરોડ રૂપિયાનો વધારો થયો
- રાદડિયા પાસે વાહનમાં માત્ર એક્ટિવા છે
- વિવિધ બેંકોમાં 15.28 કરોડ રૂપિયાની લોન
Trending Photos
અમદાવાદ : જેતપુર વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર જયેશ રાદડિયાએ મંગળવારે ઉમેદવારી પત્રક રજુ કર્યું હતું. ઉમેદવારી પત્રક ભર્યા પહેલા ઢોલનાં તાલે ભાજપનાં આગેવાનો રાજકોટ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. તે સમયે જયેશ રાદડિયાનાં કાકાને વિઠ્ઠલ રાદડિયાને સંભારીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. તે જયેશ રાદડિયાને ભેટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ રાદડિયા હાલ અમદાવાદમાં સારવાર લઇ રહ્યા છે.
4 વર્ષમાં જયેશ રાદડિયાની મિલ્કમાં 12 કરોડનો વધારો થયો છે. આ સાથે તેનુ કુલ મિલ્કત 26.34 કરોડ રૂપિયા થઇ ચુકી છે. જો કે રાદડિયાનું દેવું પણ ડબલ થઇ ચુક્યું છે. રાદડિયાની અલગ અલગ બેંકોમાં 15.28 કરોડ રૂપિયાની લોન ચાલે છે. બીજી તરફ કરોડો રૂપિયાની મિલ્કત હોવા છતા તેની પાસે કાર નથી. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જેતપુર બેઠક પર જયેશ રાદડિયાએ ઉમેદવારી પત્રકમાં દર્શાવેલી વિગત અનુસાર સ્થાવર મિલ્કત 5,66,38,169 રૂપિયા, 1 લાખનું સોનું, થાપણ, મ્યુ. ફંડ, ડિબેન્ચર સહિત 20,68,55,012.23 રૂપિયાની થાપણ એમ કુલ 26,34,23,181નો માલિક છે.
જો કે જયેશ રાદડિયા પાસે વાહનમાં માત્ર એક એક્ટિવા છે. ગત્ત 2013ની પેટા ચૂંટણીમાં જયેશ રાદડિયા પાસે 14.72 કરોડ રૂપિયાની મિલ્કત હતી જ્યારે એક શેવરોલેટ ક્રુઝ કાર પણ હતી. જો કે આ ચૂંટણીમાં સંપત્તી વધવાની સાથે સાથે દેવું પણ વધ્યું છે ઉપરાંત ગાડી પણ ગુમ થઇ ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે