કોંગ્રેસે અનામત પર અમારી માગણીઓ સ્વીકારી: હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલે આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તેમની અનામતની માગણીઓને કોંગ્રેસે સ્વીકારી લીધી છે. સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ અનામત પર પ્રસ્તાવ લાવશે.

કોંગ્રેસે અનામત પર અમારી માગણીઓ સ્વીકારી: હાર્દિક પટેલ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલે આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તેમની અનામતની માગણીઓને કોંગ્રેસે સ્વીકારી લીધી છે. સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ અનામત પર પ્રસ્તાવ લાવશે. આ સાથે જ તેમણે કહ્યું કે કેટલાક વર્ગોને જરૂરિયાત કરતા વધુ અનામત આપવામાં આવી છે. આવા સંજોગોમાં સર્વે કર્યા બાદ જે લોકોને અનામતની જરૂર છે માત્ર તેમને જ અનામત મળવી જોઈએ. અમારી માગણીઓ ગુજરાતના હિતમાં છે. પાટીદાર સમાજને શિક્ષા, રોજગાર જોઈએ. પાટીદારોને જોગવાઈ મુજબ નક્કી 50 ટકાથી વધુ અનામત મળી શકે છે. કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી પરંતુ તેણે અનામત પર અમારી વાત માની. કોંગ્રેસ પાસે અમે ટિકિટ માંગી નથી. અમારે અનામત જોઈએ.

આ સાથે જ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે તે અમારા ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરી રહી છે. તેણે 200 કરોડ રૂપિયા ખર્ચીને અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. અમારી ભાજપ સાથે કોઈ લડાઈ નથી પરંતુ તેની સામે લડત લડવી જરૂરી છે. પાસમાં ફૂટ અંગે બોલતા કહ્યું કે તેમના સંગઠનમાં કોઈ વિવાદ જેવી વાત નથી. 

— ANI (@ANI) November 22, 2017

કોંગ્રેસના એજન્ટ બનવાના આરોપો પર હાર્દિક પટેલે કહ્યું કે હું ગુજરાતનો એજન્ટ છું. હું ન તો કોંગ્રેસમાં અને ન તો આવતા અઢી વર્ષ સુધી  કોઈ પાર્ટીમાં જવાનો છું. જો કે હાર્દિક પટેલે કોંગ્રેસને ખુલીને સમર્થન આપવાની વાતો ન કરી પરંતુ ભાજપ વિરુદ્ધ લડાઈની વાત કરી.  કોંગ્રેસ અંગે બોલતા હાર્દિક પટેલે કહ્યું કે અમે તેમની સાથે કોઈ સોદાબાજી કરી નથી. તેમણે અમારી અનામતની માગણીઓ સ્વીકારી છે. જેની વિરુદ્ધ ભાજપે અમારા સ્વાભિમાન પર હુમલો કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news