વધુ રળવાની લાલચમાં રડવું પડ્યું, વધારે ભાડાની લાલચે JCB અને HITACHI ગુમાવવાનો વારો આવ્યો છે

કહેવાય છે ને લાલચ બૂરી બાલ હે... આ વાતને સાર્થક કરો એક કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામેથી ઊચું ભાડું આપવાનું કહીને યુવાન સહિતના લોકો પાસેથી ત્રણ જેસીબી મશીન લેવામાં આવ્યા હતા. જેનું ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને ત્યાર બાદ ભાડું આપવામાં આવતું ન હતું. જેથી કરીને હળવદમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં છેતરપિંડી કરીને મેળવેલ પાંચ જેસીબી અને એક હીટાચી મશીન સાથે અમદાવાદનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે આવી રીતે છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી બાકીના વાહનો કબ્જે કરવા માટે કવાયત ચાલી રહી છે.
વધુ રળવાની લાલચમાં રડવું પડ્યું, વધારે ભાડાની લાલચે JCB અને HITACHI ગુમાવવાનો વારો આવ્યો છે

હિમાંશુ ભટ્ટ/મોરબી : કહેવાય છે ને લાલચ બૂરી બાલ હે... આ વાતને સાર્થક કરો એક કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામેથી ઊચું ભાડું આપવાનું કહીને યુવાન સહિતના લોકો પાસેથી ત્રણ જેસીબી મશીન લેવામાં આવ્યા હતા. જેનું ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને ત્યાર બાદ ભાડું આપવામાં આવતું ન હતું. જેથી કરીને હળવદમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં છેતરપિંડી કરીને મેળવેલ પાંચ જેસીબી અને એક હીટાચી મશીન સાથે અમદાવાદનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે આવી રીતે છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી બાકીના વાહનો કબ્જે કરવા માટે કવાયત ચાલી રહી છે.

ગુજરતમાથી છેતરપિંડી કરીને મેળવેલા વાહનો જમ્મુ કાશ્મીરમાં વેચવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેની પોલીસે આપેલી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા બેચરભાઇ વેલાભાઇ મુંધવા (ઉવ ૨૪)એ થોડા સમય પહેલા શોહેબ રહે. અમદાવાદ અને મહમદઇલીયાસ એમ. શેખ રહે શાહપુર અમદાવાદ અને  રવિ રતનસિંહભાઇ સોલંકી રહે. પ્લોટ ને ૨૦૧ બી, શીવપારા સોસાયટી મેધપુર તાલુકો અંજાર જિલ્લો કચ્છ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જવાવ્યું છે કે, તા ૭/૭/૨૦ ના રોજ બપોરના અગીયાર વાગ્યાના અરસા થી તા ૧૩/૩/૨૧ સુધીમાં આરોપીઓએ તેની અને સોજીત્રા અરવિંદભાઇ મોહનલાલ પાસેથી જેસીબી મશીન તથા હીટાચી મશીનનું વધુ ભાડાની લાલચ આપીને સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરીને લઈ ગયા હતા. ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને પછી ભાડું આપતા ન હતા. જેથી કરીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં હાલ પોલીસે પાંચ જેસીબી અને એક હિટાચી મશીન સાથે મુખ્ય આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ સેખ રહે.શાહપુર અમદાવાદ વાળાની મુંબઈથી ધરપકડ કરેલ છે. 

જે ફરિયાદ નોંધાઈ હતી તેની તપાસ હળવદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હળવદમાથી કુલ ૬૦ લાખની મશીનરી લઈ ગયા હતા. ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને વિશ્વાસમાં લઈને ત્યાર બાદ ભાડું આપેલ ન હતું અને તમામ મશીનોને સગેવગે કરી નાખીને ફરિયાદી સહિતના સાથે છેતરપીંડી આચરી હતી. હળવદ પોલીસને છેતરપીંડીના આ ગુનાની તપાસમાં મોટી સફળતા મળી છે. હળવદમાંથી છેતરપિંડી કરીને મેળવેલ જેસીબી અને હિટાચિ મશીન જમ્મુ કાશ્મીરમાં વેચી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે જમ્મુ કાશ્મીરથી હાલ પાંચ જેસીબી અને એક હિટાચી મશીન સાથે મુખ્ય આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ સેખની ધરપકડ કરી છે. જો કે, બે આરોપી રવિ રતનસિંહ સોલંકી અને સોયબને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા યુવાન સહિતના સાથે આરોપીઓએ છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હતા. જેમાંથી હાલમાં પોલીસે પાંચ જેસીબી અને એક હીટાચી મશીન કબ્જે કરેલ છે. જો કે, હજુ ૯ જેસીબી અને એક હીટાચી મશીન કબ્જે લેવાનું બાકી છે અને હજુ આ કેસમાં કેટલીક ચોકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news