વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, બનાસકાંઠાના એક પણ ડેમમાં પાણી જ નથી
જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે તો એકબાજુ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની સ્થિતિ તળિયાં ઝાટક હોવાથી પાણી મળવાની કોઈ આશા ન હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું. જોકે વાવણી કરાયા બાદ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.
Trending Photos
બનાસકાંઠા : જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે તો એકબાજુ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની સ્થિતિ તળિયાં ઝાટક હોવાથી પાણી મળવાની કોઈ આશા ન હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું. જોકે વાવણી કરાયા બાદ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.
તો બીજી બાજુ જિલ્લામાં આવેલા ત્રણ ડેમના પણ તળિયા ઝાટક હોવાથી પાણી માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ફક્ત 10 ટકા પાણી બચ્યું છે. તો સિપુ ડેમમાં 0 % પાણી અને મુક્તેશ્વર ડેમમાં ફક્ત 10 % પાણી બચ્યું હોવાથી જમીનમાં પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતોના પાકને એકપણ જગ્યાએથી પાણી મળે તેવી કોઈ સ્થિતી નથી રહી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે હવે 10 દિવસમાં વરસાદ ન પડે તો ખેડુતોનો મહામુલો પાક સુકાઈ જશે અને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે તેમ છે. જેથી ખેડુતો માંગ કરી રહ્યા છે કે કોઈપણ ભોગે જિલ્લાના ત્રણેય ડેમોમાં પાણી નાખવામાં આવે જેથી જમીનના તળ ઊંચા આવે અને વરસાદ ખેંચાય તો પણ ખેડૂતોના પાકને નુકસાન ન થાય.
અમે વરસાદની આશાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કર્યું હતું પણ વરસાદ ખેંચાયો છે. ડેમો પણ તળિયા ઝાટક છે અમારે શુ કરવું. ડેમોમાં બિલકુલ પાણી નથી જો વરસાદ નહિ આવેતો અમારો પાક સુકાઈ જશે. મારા પિતાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કરી દીધું પણ વરસાદ ખેંચાયો છે. અમારા તાલુકામાં બે ડેમ આવેલા છે પણ તેમાં પાણી નથી સરકાર આ ડેમોમાં પાણી નાખે તો પાણીના તળ ઊંચા આવે. બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાથી મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ આ વર્ષે વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવો પણ મુશ્કેલ બન્યો છે.
જેથી જો વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે ખેડૂતો હવે સરકાર પાસે ડેમોમાં પાણી નાખવા મદદની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો ઉપર વરસાદ મહેરબાન થાય છે કે સરકાર? એક બાજુ ખેડૂતોએ વરસાદની આશાએ વાવણી કરી પણ વરસાદ ખેંચાયો છે તો બીજું બાજુ બનાસકાંઠાના ત્રણેય ડેમો તળિયા ઝાટક છે અત્યારે અમે સિપુડેમ ઉપર છીએ અને આપ જોઈ રહ્યા છો આ ડેમમાં બિલકુલ પાણી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે