JEE Advance Result : અમદાવાદની તનિષ્કા કાબરા બની JEE ટોપર, પિતા દીકરીની ખુશીથી ઝૂમી ઉઠ્યા
JEE Advance Result : અમદાવાદની તનિષ્કા કાબરાએ JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં 16 મું સ્થાન હાંસિલ કર્યું, શેર કર્યું ટોપરનું સિક્રેટ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :આજે દેશભરમાં JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર બની છે. પ્રથમ નંબર લાવીને તનિષ્કા કાબરાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. 360 માંથી 277 માર્ક મેળવી તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે. આ સાથે જ અમદાવાદની તનિષ્કા કાબરાએ ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં 16 મું સ્થાન હાંસિલ કર્યું છે. તનિષ્કા કાબરાએ IIT બોમ્બેમાંથી CS માં પ્રવેશ નિશ્ચિત કરી પોતાનાં પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે.
આર.કે. શિશિર દેશમાં JEE એડવાન્સમાં પ્રથમ ક્રમે આવ્યો છે. તેણે 360 માંથી 314 માર્ક મેળવી શિશિરે ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહિલા કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવનાર તનિષ્કા કાબરાએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં જણાવ્યું કે, JEE એડવાન્સ માટે મેં ખૂબ મહેનત કરી હતી, આ પરીક્ષા સરળ નથી હોતી. સમગ્ર દેશમાં મહિલાઓમાં પ્રથમ આવી છું, એ વાતનો વિશ્વાસ નથી થઈ રહ્યો. મારું લક્ષ્ય હમેશા ટોપર બનવાનું હતું, અને આજે બની છું. મારું અને પરિવારનું સ્વપ્ન સાકાર થયું છે.
આ પણ વાંચો : જર્મનીમાં ગુજરાતી પરિવાર વિખેરાયો, કૂખે જન્મેલી બાળકીને મેળવવા પરિવારે કાયદાનો દરેક દરવાજો ખખડાવ્યો, પરંતું...
તનિષ્કા કાબરાએ પોતાની સફળતાનું સિક્રેટ શેર કરતા કહ્યું, JEE એડવાન્સમાં સવાલો હલ કરવામાં મજા આવે છે, મેઇન્સ પાસ કરવું એડવાન્સની સરખામણીમાં સરળ છે. તેણે JEE એડવાન્સમાં સફળ થવા માગતા વિદ્યાર્થીઓ માટે સફળતાનો માત્ર આપતા કહ્યું કે, જે JEE એડવાન્સની તૈયારીઓ કરતા હોય એમણે જૂના પેપર સોલ્વ કરવા જોઈએ. પૂરતી ઊંઘ પૂરી લેવી જરૂરી છે, તૈયારીઓમાં કોઈ સમસ્યા આવે તો શિક્ષકો સાથે વાત કરવી જોઈએ.
તનિષ્કા કાબરાનાં પિતા કે જેઓ GST અને કસ્ટમ વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ છે, તેમણે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, દીકરી સમગ્ર દેશમાં મહિલા કેટેગરીમાં પ્રથમ આવી એ વાતની ખુશી છે. અમારી મોટી દીકરી પણ NEET માં સફળ થઈ હતી, એ ડોક્ટર છે અને આજે બીજી દીકરીએ પણ નામ રોશન કર્યું છે. ભગવાન અને પરિવારના આશીર્વાદ તેમજ શિક્ષકોના માર્ગદર્શનથી આ પરિણામ શક્ય બન્યું છે.
તનિષ્કા કાબરાની માતાએ કહ્યું કે, દીકરીનું સ્વપ્ન IIT બોમ્બેમાંથી CS બનવાનું હતું, એ પૂરું થયું છે. અમારો હમેશા પ્રયાસ રહેતો કે દીકરીનો સમય કેવી રીતે બચે અને એ અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે.
ઉલ્લેખનીય છે કે, JEE મેઈન્સ બાદ દેશની જુદી જુદી IIT માં પ્રવેશ મેળવવા માટે JEE એડવાન્સની પરીક્ષા લેવાય છે. આ વર્ષે જાહેર કરાયેલા પરિણામ મુજબ 40,712 ઉમેદવારોએ JEE એડવાન્સમાં સફળતા હાંસિલ કરી છે. 1,60,038 રજિસ્ટર્ડ પરીક્ષાર્થીઓમાંથી 1,55,538 ઉમેદવારોએ JEE એડવાન્સ આપી હતી. IIT બોમ્બ દ્વારા આ વર્ષે ઓગસ્ટ મહિનામાં JEE એડવાન્સ લેવાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે