જીતુ વાઘાણીનો બેંગ્લોરમાં રોડ શો: કર્ણાટકના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા હાંકલ
Trending Photos
ગાંધીનગર : કર્ણાટકના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે હાકલ કરી હતી. ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીએ બેંગલુરુમાં રોડ-શો યોજ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં કર્ણાટકના ઔદ્યોગિક અગ્રણીઓ સમક્ષ ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. 200થી વધુ ઔદ્યોગિક અગ્રણીઓએ રોડ-શોમાં ઉપસ્થિત રહી ગુજરાતમાં મૂડીરોકાણમાં રસ દાખવ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2022ને અનુલક્ષીને બેંગલુરુમાં યોજાયેલા રોડ-શોમાં ગુજરાતના માનનીય શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના પ્રધાન જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી ટીમે ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે કર્ણાટકના ટોચના ઉદ્યોગપતિઓને જાણકારી આપી હતી. આજના રોડ-શોમાં કર્ણાટકના 200 જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા આ રોડ-શોમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા સહિત અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.
જો આ ઉદ્યોગને કોઇ રાહત નહી મળે તો ભાવનગરનો સમ ખાવા પુરતો એકમાત્ર ઉદ્યોગ પણ થશે બંધ
ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરુમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓને સંબોધતા માનનીય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક નીતિઓ અને યોજનાઓ શરૂ કરી છે જેમાં ઔદ્યોગિક નીતિ 2020, ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક નીતિ, ઈલેક્ટ્રિક વાહન નીતિ, સૂર્ય ઊર્જા નીતિ તથા પ્રવાસન અને કાપડ નીતિ, 2021નો સમાવેશ થાય છે. ગુજરાત તેની સ્ટાર્ટઅપ ઈનોવેશન નીતિ તથા આઈટી અને આઈટીઇએસ નીતિમાં પણ સુધારો કરી રહ્યું છે.
ગુજરાતીઓની ચાંદી જ ચાંદી: રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણય
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021 માં ગુજરાતે 21.9 બિલિયન ડૉલર (રૂપિયા 1.63 લાખ કરોડ)ના સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ) મેળવ્યા છે, જે આ ગાળામાં ભારતમાં આવેલા કુલ એફડીઆઈના 37 ટકા થાય છે. રોડ-શોના પ્રારંભે ગુજરાત સરકારના સંરક્ષણ સલાહકાર એર માર્શલ આર.કે. ધીરે ગુજરાતની પ્રગતિ તથા વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
GUJARAT ને ટીબી મુક્ત બનાવવા માટે તમામ જનપ્રતિનિધિઓ ઝુંબેશમાં જોડાય: નીમાબેન આચાર્ય
ગુજરાતના પ્રતિનિધિમંડળે ઔદ્યોગિક તથા અન્ય અગ્રણીઓ સાથે વ્યક્તિગત બેઠક પણ યોજી હતી જેમાં મુખ્યત્વે- સુ ડેઇસી ચિતિલાપલ્લી (પ્રમુખ, ઈન્ડિયા એન્ડ સાર્ક ઑપરેશન્સ, CISCO), આલોક ઓહરી (પ્રમુખ અને એમડી, ડેલ ટેકનોલોજીસ, ઈન્ડિયા), રાકેશ મોહન અગરવાલ (ચેરમેન અને એમડી, આઈટીઆઈ લિ.), તથા ડૉ. કે. સિવાન (ચેરમેન, ઈસરો)નો સમાવેશ થાય છે. બેંગલુરુ રોડ-શોની આ સફળતાને કારણે ભારતની સિલિકોન વેલીના પાર્ટિસિપેશન VGGS 2022માં એક નવો લક્ષ્યાંક હાંસલ થશે તેવી અપેક્ષા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે